Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વંથલી પાસેથી ખનિજ ચોરી સાથેના રેતી ભરેલા ત્રણ ટ્રેકટર ઝડપાયા

જૂનાગઢ તા. ૩૦ : વંથલી પાસેથી પોલીસે ખનિજ ચોરી સાથેના રેતી ભરેલા ત્રણ ટ્રેકટર ઝડપી પાડી ત્રણેયના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

વંથલીના પી.એસ.આઇ. એસ.ડી.જહેરી ગઇકાલે સ્ટાફ સાથે વાહન ચેકીંગમાં હતા.

ત્યારે મોટા કાજલીયાળાનો માઇકલ રાજેશ, અશ્વિન રામભાઇ બોરીયા અને વંથલીનો હિતેશ વિજય વાણવી રેતી ભરેલા ટ્રેકટર સાથે પસાર થયેલ.

આથી પોલીસે ત્રણેય ટ્રેકટર રોકી પૂછપરછ કરતા ખનિજ ચોરી કર્યાનું માલુમ પડયું હતું.

પોલીસે રેતી ભરેલા ત્રણેય ટ્રેકટર કબ્જે કરી ડ્રાઇવરો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:49 pm IST)