Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ : બે મિનિટ મૌન પાળ્યું

લીમડી વિજય વિશ્વાસ સંમેલન પૂર્વે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સહિતનાએ શ્રદ્ધાંજલિ આપી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી ખાતે પેટા ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. જો કે, આ સંમેલન પહેલા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જાહેર સભાને સંબોધે તે પહેલા બે મિનિટ મૌન પાળી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો.

 કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર, ધારાસભ્યો ઋત્વિક મકવાણા, નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:26 am IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST