Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભાવનગરમાં જાવેદમીયા સયદ ઝડપાયો : ૩૧ ચોરીની કબૂલાત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: ભાવનગર શહેર નાભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. તથા ડી સ્ટાફે ઝુંબેશ હાથ ધરી ખાસ કરીને નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવી એક વ્યકિત ને શંકાસ્પદ હાલતે માલધારી સોસાયટીમાંથી સંયદ ( રહે. ખભાત, જિલ્લો આણંદ ) વાળો ઝડપાયો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના કન્જમાંથી અમુક રોકડ તથા સોના - ચાંદીના દાગીના તથા રોકડ મળી આવતા તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લવાયા બાદ સઘન પુછતાછ હાથ ધરાતા તેણે ઘરફોડ ચોરીની કબુલાત આપી હતી . પોલીસે આરોપી પાસેથી સોના - ચાંદીના દાગીના, રોકડ , વિદેશી ચલણી નોટ , સીકકા , મેડલ સહીતનો કુો રુ . ૧.૭૯.૯૦૬ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની આકરી પુછતાછમાં આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર શહેરમાં ચોરી કરતો હોવાની અને તેણે છેલ્લા પાચ વરસમા ૩૧ ચોરી કર્યાની કબુલાત આપી હતી. ભરતનગર પોલીસ મથક નીચે આવતા વિસ્તારમાં જે કોઈના ઘરે ઘરફોડ ચોરી થઈ હોય અને પોલીસ ફરિયાદ કરી હોય તેઓએ ભરતનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:32 am IST)