Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઉપલેટા આર.ડી.સી.બેંકના કર્મચારીની પ્રમાણિકતા

ઉપલેટા : નવાપરા ચોરા પાસે આવેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક લોકોને સેવા પુરી પાડવા માટે લોકરરૂપ ધરાવે છે. લોકરરૂમમાં અજાણી વ્યકિત પોતાનુ લોકર ખોલવા માટે આવેલ હતા બાદમાં ભુલથી લોકર લોક કરી પોતાની પાસે રહેલ ૧૫૦ ગ્રામ સોનાના દાગીના અંદાજે કિ.રૂ.૯ લાખ ના લોકરરૂમમાં સીકયોરીટી વગર છોડી ચાલ્યાગયા હતા. બાદમાં બેંકના નિવૃત કર્મચારી ડી.ડી.સુવા પણ લોકર ખોલવા માટે લોકરરૂમમાં દાખલ થયા ત્યારે આ દાગીના મળી આવતા તેમણે બ્રાંચના ઝોનલ મેનેજર અને બ્રાંચ મેનેજરને જાણ કરતા તેઓએ દાગીના હવાલે કરી આગળની કાર્યવાહી મુજબ લોકરધારકની ખરાઇ કરી તેઓને ૯ લાખના કિંમતના દાગીના પરત કરેલ હતા. કર્મચારી ડી.ડી.સુવાની પ્રામાણિકતા બદલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા તથા સખીયાભાઇએ અભિનંદન પાઠવ્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : કૃષ્ણકાંત ચોટાઇ)

(11:26 am IST)