Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોટડાસાંગાણી મગફળી કેન્દ્ર ઉપર ખેડૂતોને ધકકા

 કોટડાસાંગાણી : તાલુકાનુ ટેકાના ભાવનુ મગફળી ખરીદ કેન્દ્ર ગોંડલ પાસે આવેલ નીગમનુ ગોડાઉન રાખવામાં આવ્યુ છે.અહિયા ખેડુતોની મગફળી વેચવા માટે પાંખી હાજરી જોવા મળે છે.તેમા પણ કોઈના કોઈ બહાને તેમનુ સેમ્પલ રીજેકટ કરતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે જેને લઈને.ખેડૂતોને ધરમ ધક્કા થઈ રહ્યા છે.એક તરફ ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકશાન થવાથી ખેડુતોની સ્થિતિ કફોડી સાબીત થઈ છે.તેથી ખેડુતોને મગફળીનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી છે.ત્યારે કોટડાસાંગાણી તાલુકાના ટેકાના ભાવનુ મગફળીનુ ખરીદ કેન્દ્ર ગોંડલ રોડ પર આવેલ નીગમનુ ગોડાઉન રાખવામાં આવ્યું છે.ત્યારે તંત્ર દ્વારા પચાસ ખેડુતોને બુધવારના રોજ પરંતુ તેમાથી માંડ ચાર ખેડુતો આવ્યા હતા.તેમા પણ બે ખેડુતોની મગફળી રીજેકટ કરવામાં આવી હતી.અને બેના સેમ્પલ લેવાયા હતા.નાના માંડવાથી ગોકળ ધનજી ઠુંમર અને વશરામ ધનજી ઠુંમર મગફળી વેચવા આવેલ હતા.જે અંગે તેઓએ જણાવેલ કે અમારી મગફળીના સેમ્પલ ત્રણ વખત લેવામા જેમા બે વખત પાસ થયા બાદ પણ ત્રીજી વખત સેમ્પલ લેવાયુ હતુ.છતા ભેજ કે ભરતીના બહાના બતાવી અહીયા કોઈના કોઈ બહાને મગફળી રીજેકટ કરવામાં આવે છે. અને ખેડુતોને હેરાન કરાઈ છે.અમે ભાડુ ખર્ચીને મગફળી વેચવા આવ્યા હતા.જે ને રીજેકટ કરવામાં આવતા ફરીથી ભાડુ ખર્ચીને ગામડે લઈ જવી પડશે સાથેજ તંત્ર દ્વારા કોઈ પીવાના પાણીની પણ વ્યવસ્થા ન કરાઈ હોવાનુ જણાવ્યું હતુ.ત્યારે તંત્ર દ્વારા આ  અંગે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ખેડુતોએ કરી હતી.મગફળી કેન્દ્ર ઉપર મગફળી ઠાલવતા ખેડૂતોની તસ્વીર.

(11:25 am IST)