Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઉનાના ચીખલીમાં જુગાર રમતા ૧૮ શખ્સો દોઢ લાખની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ર૯ : નવાબંદર મરીન પોલીસે ચીખલી ગામે જુગાર રમતા ૧૮ શખસોને રૂ. ૧ લાખ ૪૮ હજાર ૪૪૦ રોકડા સાથે પકડી પાડયા હતાં.

સોરઠમાં દારૂ જુગારની બદીને બંધ કરવા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી નવાબંદર મરીન પોલીસના પીએસઆઇ કે.વી. પરમાર હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ બાલુભાઇ મોરી, હસમુખભાઇ ચાવડા, પ્રદીપસિંહ રાયજાદા, સરમણભાઇ છેમણા, મનુભાઇ વાળા, પરષોત્તમભાઇ ખુમાણ, અનિરૂદ્ધસિંહ બારડએ બાતમીના આધારે ચીખલી ગામે સરમણ દેવાણંદભાઇ સોલંકી પોતાના કબજા ભોગવટા મકાનમાં લોકોને બોલાવી નાળ પેટે પૈસા ઉઘરાવી જુગાર રમાડતો હોય રેડ પાડતા (૧) સુરેશ ભાણા શીંગડ રે. કોબા (ર) કરશન ઉર્ફે પુંજા લાખા બારૈયા (૩) નાનજી ભગવાન બાંભણીયા (૪) મહેશ કાના વંશ (ચીખલી) (પ) મોહન દેવાયત ભાલીયા (કોબા) (૬) ભુપત ભીમા બારડ (ચીખલી) (૭) કાના હમીર ભાલીયા (કોબ) (૮) વિજય લખમણ બાંભણીયા, (ચીખલી) (૯) ભરત જેન્તી ભુપતાણી (૧૦) નવલ ભુપત વંશ (૧૧) સરમણ દેવાણંદ સોલંકી (૧ર) વિજય રામસીંગ ચુડાસમા (૧૩) વજુ પુનાભાઇ બાંભણીયા (૧૪) દુદા પરબતભાઇ કામલીયા (૧પ) નવીનચંદ્ર જેન્તી ભુપતાણી (૧૬) દિનેશ હાજા સેવરા (૧૭) દિનેશ ભીમાભાઇ બારૈયા (૧૮) જેમાલભાઇ લાખાભાઇ બાંભણીયા રે. ચીખલી વાળાને જુગાર રમતા રોકડા રૂ. ૧ લાખ ૪૮ હજાર ૪૪૦ના મુદામાલ પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:24 am IST)