Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ધ્રાંગધ્રામાં બે જૂથ વચ્ચે અથડામણ :બોલાચાલી બાદ મામલો બીચક્યો

મોચીવાડ વિસ્તારમાં બન્ને જૂથના ટોળાનો એકબીજા પર પથ્થમારો: પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. શહેરના મોચીવાડ વિસ્તારમાં બન્ને જૂથના ટોળાએ એકબીજા પર પથ્થમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે પોલીસ પર પણ પથ્થરમારો થતા પોલીસે ટીયરગેસ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. જો કે ઘટનાની ગંભીરતને જોતા LCB, SOG અને સ્થાનિક પોલીસને ટીમ ખડકી દેવાઇ છે

(7:39 pm IST)