Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભાવનગરમાં વડાપ્રધાનની સભાની સાથે સાથે ભાવનગરના ગાંઠીયા યાદ કર્યા : વડાપ્રધાનના આગમન સાથે જ સભાગૃહ મોદી ..મોદી..થી ગુંજી ઉઠ્યું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: જવાહર મેદાન ખાતે યોજાયેલ જંગી જાહેર સભામાં વડાપ્રધાને શરૂઆતમાં જ ભાવનગરવાસીઓની ક્ષમા માંગી જણાયું હતું કે લાંબા સમય પછી ભાવનગર આવ્યો છું પરંતુ ખાલી હાથે આવ્યો નથી.
 ભાવનગરના ગાંઠિયાને વડાપ્રધાને યાદ કરીને કહ્યું હતું કે ભાવનગરના ગાંઠીયા દેશભરમાં અને દુનિયાભરમાં જાણીતા છે. નવરાત્રી હોવાથી તેઓ ગાંઠીયા લઈ નહીં શકે તેમ જણાયું હતું.
વડાપ્રધાનના આગમન સાથે જ સભાગૃહ મોદી ..મોદી..થી ગુંજી ઉઠ્યું હતું.
 વડાપ્રધાન બપોરે સવા બે વાગ્યે આવ્યા હતા તે પહેલા કાર્યક્રમમાં જાણીતા કલાકારોએ લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવી હતી.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લખેલ પ્રવચન વાંચી સંભળાયું હતું જ્યારે વડાપ્રધાને એ મૌલિક રીતે અડધી કલાક સુધી પ્રવચન આપ્યું હતું.
વડાપ્રધાન મોદીને સાફો પહેરાવ્યા બાદ નવરાત્રી હોય ગરબા ની, ખોડીયાર માતાના ફોટા સહિત વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.
ભાવનગરમાં જંગી મેદની અને લોકોના પ્રેમથી મોદી ભાવુક થયા હતા અને તેઓ ભાવનગર વાસીઓને ક્યારેય નહીં ભૂલે તેમ જણાયું હતું.
 છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તંત્ર અને આયોજકો ભારે દોડધામ કરી રહ્યા હતા તે આજે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં તંત્ર એ પણ હાશકારાની લાગણી અનુભવી હતી.

(6:26 pm IST)