Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબીના જેતપર રોડનું રૃ.૧૪૧ કરોડનું ટેન્ડર મંજૂર

રાજયમંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસો ફળ્યા

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૯ :  મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી-પીપળીયા-જેતપુર-મચ્છુ ચારમાર્ગીય રસ્તો મંજુર કરાવ્યો હતો. ત્યારબાદ જુદા જુદા તબકકે આ રસ્તાનું પ્રાથમિક સર્વેક્ષણ, જમીન સંપાદન, રોડની મજબુતીકરણની ખેવના, સૈદ્ધાંતિક મંજુરી તથા વહીવટી મંજુરી સુધી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઇજનેર તથા મુખ્ય ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવ સુધી સતત ફોલોઅપ અને વખતોવખતના ઘનિષ્ઠ  પ્રયાસો થકી આ રોડને ચારમાર્ગીય કરવાના કામને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા રૃા.૧૪૧ કરોડના ખર્ચે ટેન્ડર મંજુર કર્યુ છે.

 લાંબા સમયથી આ પંથકના લોકોની આતુરતાનો અંત આવ્યો છે જે માટે બ્રિજેશ મેરજાએ કરેલ સખત અને સતત મહેનતને સીરામીક ઉદ્યોગના અગ્રણીઓએ વધાવીને ખાસ અભિનંદન આપ્યા છે, તેમજ આ રોડ ઉપર આવતાં ગામડાઓના આગેવાનોએ આ રસ્તો ચારમાર્ગીય કરવાના પ્રયાસોને મળેલ સફળતા બદલ બ્રિજેશ મેરજાનો આભાર માન્યો છે, અને આવનારા દિવસોમાં યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ રાખીને લોકોને વહેલામાં વહેલી તકે ચારમાર્ગીય રસ્તાની સુવિધા મળી રહે તે માટે બ્રિજેશ મેરજા સતત જાગૃત રહેશે તેવો પ્રજાને કોલ પણ આપેલ છે.

(2:00 pm IST)