Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જુનાગઢની સગીરાનું દાહોદનો શખ્‍સ અપહરણ કરીને ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : જુનાગઢ ખાતેથીએક સગીરાનું દાહોદનો શખ્‍સ અપહરણ કરીને નાસી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જુનાગઢમાં કલેકટર ઓફિસની પાછળ આવેલ એકસોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરીને ગત તા.ર૬ના રોજ સાંજના સમયે દાહોદ જિલ્લાના કંબોઇ કામના સાંજના સમયે દાહોદ જિલ્લાના કંબોઇ ગામનો ભરત રાજુભાઇ ભુરીયા નામનો શખ્‍સ લલચાવી ફોસલાવીએ તેનું અપહરણ કરી નાસી ગયો હતો.ગત રાત્રે સગીરાના પિતાએ સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.એમ.વાળાએ તપાસ હાથ ધરી છે.

(1:58 pm IST)