Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કીન્‍નરોનું અપમાન કરતા શબ્‍દો બોલતા વેરાવળમાં વિરોધઃ અધિકારીને આવેદન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૯: વિસ્‍તારમાં વસતા કીન્‍નરો દ્રારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપેલ તેમાં જણાવેલ કે અપમાનજનક શબ્‍દોબોલી લાખો લોકોમાં લાગણી દુભાવી તેની ધરપકડ કરી કડક પગલા ભરવાની માંગણી કરેલ છે.

વેરાવળ રહેતા ચાવડા વનીતા જીણાભાઈ સહીત કીન્‍નરોએ પ્રાંત અધિકારીમાં આવેદન આપેલ હતું કે વડોદરા હરીધામ સોખડા શ્રીહરી આશ્રમ મંદિરના સંતશ્રી શ્રીજી સૌરભ સ્‍વામીએ તાજેતરમાં કીન્‍નસમાજ વિશે ખુલ્લેઆમ સરાજાહેર ટીપ્‍પણીઓ કરી છે ધાર્મિક માન્‍યતાઓનું અપમાન કરી પોતાની જાતને સારા કહેવા પ્રવચન કરેલ હતું તેમાં કીન્‍નર સમાજ વિશે અપમાન જનક વાતો કરી હતી જેમાં મને મારા બાપ ઉપર નિષ્ઠા છે વિશ્‍વાસ છે પુર્ણ છે અંપુર્ણ નથી સંપુર્ણ છે સાલા નવા દીવસ નહી જાવ ઈજડાઓની જેમ ગરબા ગાવા નઈ જાવ તો નઈ ચાલે ઈજડાઓ આમ (તાલી પાડીને) ૩૬પ દિવસ ચાલુ રહે છે કયારે બંધ થાશે

ઈજડાઓ પણ બારે માસ કરે છે તમે તો નવ દિવસ તો અબધુ કયારે બંધ થશે એવા સત્‍સંગ જાજો તો તમારા નવરા એ થશે તાલીઓ પાડવાનું બંધ થશે સરાઆમ જાહેર કીન્‍નર સમાજ ઉપર લાલછન લાગડેલ છે તેવો વીડીયો આખા વિશ્‍વમાં વાઈરલ થયેલ છે કીન્‍નર સમાજને નનામો ગણવાની વૃતિથી ભારે આધાર લાગેલ છે તેથી સૌરભસ્‍વામીસામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા માંગ કરેલી છે.

(1:55 pm IST)