Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વિસાવદરના કોંગી ધારાસભ્‍ય અને ભાજપના પૂર્વ મંત્રીનો ગરબામાં એક તાલ : ફરી રાજકીય અટકળો તેજ

ધારાસભ્‍ય રિબડીયા વારંવાર સ્‍પષ્ટતા કરી ચૂકયા છે કે,તેઓ કોંગ્રેસમાં જ છે અને હંમેશા કોંગ્રેસમાં જ રહેશે

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯ : વિસાવદરમા નવરાત્રીના પ્રથમ દિવસે વિસાવદરના કોંગ્રેસના કદાવર ધારાસભ્‍ય શ્રી હર્ષદભાઈ રિબડીયા અને પૂર્વ કળષી મંત્રી-ભાજપના વરિષ્ઠ નેતા શ્રી કનુભાઈ ભાલાળા તથા આગેવાનો-કાર્યકરો એક સાથે..એક તાલે ગરબા રમતા નજરે પડતા વધુ એક વખત ધારાસભ્‍ય રિબડીયા વિષે અવનવી રાજકીય ચર્ચાઓએ જોર પકડયુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાના સુપુત્રના લગ્નોત્‍સવમા પ્રધાનો-ભાજપના નેતાઓની હાજરીની ઘટના તથા રાષ્‍ટ્રપતિની ચૂટણી વેળાની ગતિવિધઓ વખતથી અવનવી રાજકીય ચર્ચાઓ થતી રહી છે.

જો કે,અત્રે ઉલ્લેખનિય છે કે,ધારાસભ્‍ય હર્ષદભાઈ રિબડીયા વારંવાર સ્‍પષ્ટતા કરી ચૂકયા છે કે,તેઓ કોંગ્રેસમા છે અને હંમેશા કોંગ્રેસમા રહેશે.આવી અટકળોનુ તેઓએ હંમેશા ખંડન કર્યુ છે.

(1:45 pm IST)