Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જામનગરના શીલોત્રીમાં આર્યુવેદીક હર્બલના ઓથા હેઠળ આલ્‍કોહોલનું વેચાણ કરતા ત્રણ શખ્‍સો ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. સરમણભાઈ રામાભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-પ-ર૦રરના લક્ષ્મીપુર ગામની શીલોત્રી સીમમાં આવેલ દિલીપસિંહ ઉર્ફે બુઘ્‍ધાભાઈ સિઘ્‍ધરાજસિંહ જાડેજા એ આરોપી કેતનભાઈ વિનોદભાઈ નરસીદાસ જટાણીયા, દિલીપસિંહ ઉર્ફે બુઘ્‍ધાભાઈ સિઘ્‍ધરાજંિસંહ કલુભા જાડેજા, ગોપાલભાઈ પાલાભાઈ ગેલાભાઈ પરમાર એ ગુનાહીત કાવતરૂ રચી આરોપી દિલીપસિંહ ઉર્ફે બુઘ્‍ધાભાઈ એ પ્‍લાસ્‍ટીકની ઢાંકણ વાળી મોટી ડોલ નંગ-ર૦, કિંમત રૂ.૧૦૦૦/- તથા સુગંધીત પ્રવાહી ભરેલ પ્‍લાસ્‍ટીકનું ટબ કિંમત રૂ.પ૦/- તથા બ્‍લુ કલરનું પ્‍લાસ્‍ટીકનું રંગ રંગવીહીન વિશિષ્‍ટ વાસ ધરાવતું પ્રવાહીથી અડધુ ભરેલ બેરલ કિંમત રૂ.ર૦૦/- પાત્રીસ લીટરીયાએ બે કેરબાઓ જે બંન્‍ને કેરબાઓમાં આશરે ર૦ લીટર રંગવીહિન વાસ ધરાવતા પ્રવાહી ભરેલ છે જેની કિંમત રૂ.૬૦/- તથા દશ લીટરીયા બે કેરબાઓ રંગવીહીન વાસ ધરાવતા પ્રવાહી ભરેલ છે જેની કિંમત રૂ.૬૦/-  તથા બે મોટા ખાખી કલરના બોક્ષ જેમા ફુટબીયર લીકવીડ અને ફુટ બીયર પાવડર છે જેની કિંમત રૂ.૬૦૦૦/- તથા બે મોટા ખાખી કલરના બોક્ષ જેમા રૂમ લીકવીડ તથા રૂમ પાવર છે જેની કિંમત રૂ.૬૦૦૦/- તથા ત્રણ મનામા ફુટ ના મોટા બોક્ષ છે જેની કિંમત રૂ.૩૬૦૦/- તથા સફેદ રંગનો આશરે ર૦ કિલો પાવડર જેમાં ખાંડ હોય જેની કિંમત ૮૦૦૦/- તથા આશવ હર્બલની બોટલ નંગ-રરપ૦ જેની કિંમત રૂ.૧,૧ર,પ૦૦/- તથા અમૃત આશવ આયુર્વેદીક અરશાર્ટ ની બોટલ નંગ-ર૦૦ કિંમત રૂ૧૦,૦૦૦/- તથા કાલમેઘાશ્‍વા ની બોટલ નંગ-૪૭પ૦ કિંમત રૂ.ર,૩૭,પ૦૦/- તથા લેબલ વગરની બોટલ નંગ-પ૦, કિંમત રૂ.રપ૦૦/- તથા બોટલો પર ચોટાડવા માટેના લાલરંગના સ્‍ટીકરોના ત્રણ બાંધાઓ તથા પાણી ખેચવા માટેની ઈલેકટ્રીક મોટર તથા પાઈપ કિંમત રૂ.ર૦૦૦/- તથા એક બ્‍લુ કલરનું ધાતુનું રંગવીહિન વિશીષ્‍ટ વાસ ધરાવતું પ્રવાહીથી સંપુર્ણ ભરેલ બેરલ કિંમત રૂ.ર૦૦/- તથા ખાખી રંગની સેલટેપના પ રોલ તથા બોક્ષ  તથા ખાખી કલરના પુઠાના ઢાકણોથી ભરેલા ૪ બોક્ષ, ખાલી બેરલ નંગ-૯ કિંમત રૂ.૧૮૦૦/- મળી કુલ મુદામાલ કિંમત રૂ.૩,૮૪,ર૭૦/- તથા ઈથોલીન આલ્‍કોહોલનો જથ્‍થો કબ્‍જામાં રાખી તથા ર૦૦ લીટર ઈથોલીન આલ્‍કોહોલ પોતાના કબ્‍જામાં રાખી હર્બલ પ્રોડકટા ઓથા હેઠળ આલ્‍કોહોલીક પ્રોડકટનું ઉત્‍પાદન કરવાના ઈરાદે ઝડપાઈ ગયેલ છે.

 લાલપુરમાં જુગાર રમતા ત્રણ શખ્‍સો ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અર્જુનસિંહ મહેન્‍દ્રસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ૬૬ કે.વી. પાસે આવેલ પાણીના ટાકા પાસે લાલપુરમાં આરોપી અરબાઝ ફારૂક ડોસાણી, ફારૂક હારુન ડોસાણી મલાભાઈ પબાભાઈ બગડા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.રર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધંધો કરવાની ના પાડતા છરી વડે હુમલો કર્યાની રાવ

જોડીયા ગામે રહેતા યોગેશભાઈ વલ્લભભાઈ ગોઠી, ઉવ.૩૭ એ જોડીયા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સદામ હનિફ નોતિયાર એ ફરીયાદી યોગેશભાઈને રેતી અને બાયોડીઝલના ધંધાનું કહેતા ફરીયાદી યોગેશભાઈએ ધંધો કરવાની ના પાડતા જેનો ખાર રાખી આરોપી યોગેશભાઈએ રાજકમલ પાન મેઈન બજાર પાસે ફરીયાદી યોગેશભાઈને વાસાના ભાગે છરી મારી ઈજા પહોચાડી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારી તથા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સુતેલા કારખાનાદારને મોઢે ડુચો દઈ લુંટ કર્યાની રાવ

મોરબી રવાપર ગામ કિષ્‍ના સ્‍કુલ બાજુમાં ઓમ સાંઈ એપાર્ટમેન્‍ટ, બ્‍લોક નં.ર૦૩માં રહેતા રાકેશભાઈ કાંતીલાલ લોહ  એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મોટી બાણુગાર ગામ રાજકોટ જામનગર હાઈવે રોડ બાજુમાં આવેલ ભીમાણી સીમેન્‍ટ, બ્‍લોક નામના કારખાનાના ખુલ્લા પટમાં ફરીયાદી રાકેશભાઈ ખાટલો નાખી ચાદર ઓઢી સુઈ ગયેલ હતા મોડી રાત્રી કોઈ ત્રણ જેટલા અજાણ્‍યા ઈસમોએ લુંટ કરવાના ઈરાદાથી કારખાનાના પટમાં પ્રવેશ કરી ફરીયાદી રાકેશભાઈને મોઢાના ભાગે ચાદર દબાવી તથા ખંભાના ભાગે દબાવી પકડી રાખી અને ફરીયાદી રાકેશભાઈ એક ઈશમના હાથમાંથી છુટી ભાગવા લગતા બે  ઈશમોએ ખેતરમા પછાડી દઈ ફરીયાદી રાકેશભાઈના ખીસ્‍સામાં રહેલ રોકડા રૂપિયા ૩૯,૦૦૦/- ની લુંટ કરી તથા તેની સાથે ત્રણ ઈસમ હોય જે ત્રણેય ઈશમો મોટર સાયકલ લઈ નાશી જઈ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઈંગ્‍લીશ દારૂની બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભરતસિંહ દિગુભા ઝાલા એ ફરીયાદ નોંધાવી કે, ઝાખર પાટીયા ચેકપોસ્‍ટ પાસે આરોપી અરવિંદસિંહ માધવસંગ જાડેજા તથા કાથડભાઈ ઈશ્‍વરભાઈ મકવાણા ના ટેન્‍કર જેના રજી.નં. જી.જે.-૦ર-એકસ એકસ-૧૬૭ર, કિંમત રૂ.રપ,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

એસટી ડીવીઝન પાસે વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો : એક ફરાર

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી કે, કાલાવડ નાકા બહાર એસટી ડીવીઝન પાસે ગ્રીન સોસાયટીમાં એસ્‍સાર પંપની બાજુવાળી ગલીમાં આરોપી ઈબ્રાહીમભાઈ અબુભાઈ સમા એ વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી મોબાઈલ નંગ-૧ કિંમત રૂ.ર૦૦/- તથા રોકડા રૂ.૧૦,૦૮૦/- મળી કુલ રૂ.૧૦,ર૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સુરેશ ઉર્ફે લચ્‍છી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાલાલભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ત્રણ દરવાજા મીઠાવાળી શેરીમાં આરોપી ઈબ્રાહીમ મુશાભાઈ બસર, ઈશાભાઈ અમનભાઈ જખરા એ ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૦૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અરૂણઉધોગ પાસે બે આંકડાશાસ્‍ત્ર્રી ઝડપાયા : એક ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અજયસિંહ મહાવીરસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, અરૂણઉધોગ આવાસ કોલોની પાસે આરોપી મુકેશ ઉર્ફે મુકો મંગલદાસ રતડા, કાનજીભાઈ ઉર્ફે કાનો કરશનભાઈ ગજરાએ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૪૪૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩ કિમતં રૂ.૬૦૦૦/- તથા એક મોટરસાયકલ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૧,૪૪૦/- ના મુદામાલ સાથે બે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી દિપકભાઈ ઉર્ફે સરગમ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડમાં ચલણી નોટ વડે જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ભુપતભાઈ બાલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મ્‍યુ. હાઈસ્‍કુલ પાસે કાલાવડમાં આરોપી સિંકદર પીરશા શેખ, સુનીલભાઈ ધીરૂભાઈ સોલંકી એ ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અજાણ્‍યા મુસાફરે નજર ચુકવી રોકડની તફડચી કર્યાની રાવ

પોરબંદર જિલ્લાના ટુકડા(ગોસા) શંકર ભગવાનના મંદિર પાસે રહેતા જનકભાઈ દેવરામભાઈ રાજયગુરૂ, ઉ.વ.પ૧ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જનકભાઈ સાત રસ્‍તાથી સી.એન.જી. રીક્ષામાં બેસી શરૂ સેકશન રોડ, અંબિકા ડેરી તરફ જતા હતા તે દરમ્‍યાન ફરીયાદી જનકભાઈના જમણા ઝભ્‍ભાના ખીસ્‍સામાં રાખેલા રોકડા રૂપિયા ર૭,પ૦૦/ ની રીક્ષામાં પાછળ ફરીયાદી જનકભાઈની બાજુમાં બેસેલ કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ફરીયાદી જનકભાઈની નજર ચુકવી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

તુકારો દેવા બાબતે બઘડાટી બોલી

અહીં ગુલાબનગર દયાનંદ સોસાયટી શેરી નં.૦૯ માં રહેતા હિરેનભાઈ સવજીભાઈ સોનાગ્રા, ઉ.વ૩૩ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગરમાં છેલ્લા ઢાળીયા પાસે વૃદાવન કોમ્‍પ્‍લેક્ષ પાસે આરોપી મયુર આંબલીયા ફરીયાદી હિરેનભાઈને તુકારો આપેલ જે બાબતે સમજાવવા જતા આરોપી મયુર એ બોલી ગાળો આપી લાકડાના ધોકા વડે ફરીયાદી હિરેનભાઈને માથાના ડાબી બાજુ એક ઘા મારી ત્રણ ટાકાની ઈજા કરી તથા ખંભાના ભાગે તથા વાસાના ભાગે મુંઢ ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

બિમારી સબબ મહિલાનું સારવાર દરમ્‍યાન મોત

અહીં વિશાલ હોટલ પાસે, સિઘ્‍ધનાથ સોસાયટી શેરીનં.ર માં રહેતા કલ્‍પેશભાઈ પબાભાઈ પીંગળ, ઉ.વ.૩ર એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર કાજલબેન કલ્‍પેશભાઈ પીંગળ, ઉ.વ.ર૯ ના લગ્ન ગાળો છ વર્ષનો હોય અને થોડા દિવસથી તાવ આવતો હોય જેથી સારવારમાં લઈ આવતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

ઈંગ્‍લીશ દારૂની પપ બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-૯-ર૦રરના હાલાર હાઉસ પાર્કિંગમાં આરોપી ભાવેશ કાંતીભાઈ ગોહેલ એ ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-પપ, કિંમત રૂ.ર૭,પ૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી સદામ બોદુભાઈ સફીયા ફરારઈ થયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:41 pm IST)