Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દામનગરમાં સરપંચ સંમેલન યોજાયુ

 દામનગર : લાઠી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના તમામ સરપંચોની ઉપસ્‍થિતિમાં સંમેલન યોજાયું શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સરપંચ નું સંમેલન બિન રાજકીય હતું. એ માત્ર સરપંચોને પડતી મુશ્‍કેલી અને સરકાર દ્વારા જે ગ્રાન્‍ટ આપવામાં આવે છે જે ગામડાની જરૂરિયાત મુજબ અને જે ગામને વિકાસના કામમાં રોડ રસ્‍તાની જરૂરિયાત હોય અને ટાઈટ અને untrite ની ગ્રાન્‍ટ જે દરેક કામમાં વાપરી શકાય વીસીઇનો ૨૦૦૦ રૂપિયા પગાર ૧૫ માં નાણાપંચ માંથી નહીં આપવાનો પણ સરપંચોએ નિર્ધાર કર્યો અને તેનો વિરોધ કર્યો બહોળી સંખ્‍યામાં સરપંચો ઉપસ્‍થિત રહ્યા અને સરપંચ પરિષદની રચના કરી આગામી સમયની અંદર કેરાળા મુકામે ૩૦ તારીખ ના રોજ સરપંચોનું સંમેલન મળશે રાત્રે ૮:૩૦ કલાકે જેમાં ગુજરાત સરકારને સરપંચોને પડતી મુશ્‍કેલી અંગે રજૂઆત કરાશે ગામડામાં જનતા જે કહે તે મુજબના કામ દરેક ગ્રાન્‍ટ માંથી આપવા રજૂઆત કરાશે અને માત્ર પાણીની પાઇપલાઇન અને ગટર ના કામ જ અત્‍યારે હશે જ્‍યારે ગામડામાં રોડ રસ્‍તાઓની ખરાબ હાલતમાં બન્‍યા છે જેની ઉચ્‍ચ કક્ષાએ તમામ સરપંચો રજૂઆત કરી અને ગાંધીનગર લેવલે પણ લાઠી તાલુકાના સરપંચો રૂબરૂ રજૂઆત કરશે તેવી સરપંચ પરિષદ લાઠી તાલુકા દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્‍યું છે. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:49 am IST)