Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નરેન્‍દ્રભાઇનો સુરતમાં ભવ્‍ય રોડ -શો : ૩૪૭૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન

લિંબાયતમાં આયોજીત જાહેરસભામાં એક લાખની જનમેદની : રોડ-શોમાં ૫૦ હજાર લોકો

આટકોટ : સુરતમાં નરેન્‍દ્રભાઇ મોદીના રોડમાં ઠેર-ઠેર જનમેદની ઉમટી છે. અને ભાતીગળ રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું છે. (તસ્‍વીરઃ વિજય વસાણી -આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૯ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજથી ગુજરાતની ૨ દિવસની મુલાકાતે આવ્‍યા છે. આજે પ્રારંભ સુરત ખાતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ભવ્‍ય રોડ-શો તથા જાહેરસભા યોજાઇ છે. તેમજ ૩૪૭૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું હતું.સુરત ખાતે વડાપ્રધાન તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્‍ટસ, ડ્રીમ સીટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્‍ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા રૂા. ૩૪૦૦ કરોડ કરતાં વધુના મૂલ્‍યના વિવિધ પ્રોજેકટસનો શિલાન્‍યાસ કરશે અને સમર્પિત કરશે. જ્‍યારે ભાવનગરમાં વડાપ્રધાન રૂા. ૫૨૦૦ કરોડથી વધુના પ્રોજેકટનું ઉદ્‌ઘાટન અને શિલાન્‍યાસ કરશે. જેમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ  અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્‍ડ પોર્ટનો શિલાન્‍યાસ કરશે. પોર્ટ ને રૂા. ૪૦૦૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.

(11:45 am IST)