Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

મોરબીના પરશુરામ ધામ ખાતે જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો.

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુક કરવામાં આવી છે ત્યારે પરશુરામ ધામ મોરબી ખાતે પરશુરામધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો

આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, નવનિયુક્ત ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ અનિલભાઈ મહેતા, મોરબી ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, વાંકાનેર બ્રહ્મસમાજ આગેવાનો ભાજપ યુવા મહામંત્રી તપનભાઈ દવે, મહામંત્રી નીરજભાઈ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જયદીપભાઇ મહેતા, કમલભાઈ દવે, મહીધરભાઈ દવે, ધરમભાઈ રાવલ, યજ્ઞેશભાઇ રાવલ, વિજયભાઈ રાવલ, મનીષભાઈ જોશી, વૈભવભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, જીગરભાઈ પ્રણવભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ વ્યાસ, હરીશભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, વિનુભાઈ પંડ્યા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્મસમાજ મોરબી જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:58 pm IST)