Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભાવનગરના શિહોર અને પાલીતાણા પંથકમાં સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ

બે દિવસથી વરસાદ પડતા મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહત

ભાવનગરના શિહોર અને પાલીતાણા પંથકમાં સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો છે.
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે સિહોર -વલભીપુર માં મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આજે સોમવારે બપોર બાદ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો.
ભાવનગરમાં શહેરમાં સાંજે ચાર વાગ્યા પછી કાળા ડિબાંગ વાદરો છવાયા હતા. વીજળીના કડાકા ભડાકા ને કારણે ચોમાસા જેવો માહોલ ઊભો થયો હતો.
ભાવનગરના સિહોર પંથકમાં સાંજે તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પાલીતાણા પંથકમાં પણ સાંજે ગાજ વીજ સાથે વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
દરમિયાન છેલ્લા બે દિવસ થી  બપોર પછી વરસાદી માહોલ ઊભો થતા ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો છે. આજે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન 37.2 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 24.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46% રહ્યું છે. જ્યારે પવનની ઝડપ ૧૫ કિ.મી પ્રતિ કલાકની નોંધાય છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે પણ વરસાદી માહોલ ઊભો થયો હોય રાત્રે વરસાદ પડવાની સંભાવના છે.

 

(6:19 pm IST)