Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ : કચ્છના અંજાર - ધાણેટીમા કરા સાથે વરસાદ : રાજકોટમાં ઘટાટોપ વાદળા છવાયા : લોધીકામાં વરસાદ વરસ્યો

રાજકોટ તા.૨૯

 આજે મેધરાજાએ સૌરાષ્ટ્ર - કચ્છ જિલ્લામા જુદા જુદા વિસ્તારોમાં ધામા નાખ્યા છે.ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.કચ્છ ના અંજારમા ,  ચોટીલા તાલુકાના મોકાસરમા કરા સાથે વરસાદ પડ્યો હતો. કચ્છ ના ધાણેટીમા  પણ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધીકા માં વરસાદ વરસ્યો છે જ્યારે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલા ટંકારામાં પણ કાળા ડિબાગ વાદળા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે રાજકોટમાં પણ આજે સાંજે વાદળા છવાઈ જતા અંધારું થઈ ગયું છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે.(વિડીયો : ચંદ્રેશ હિરાણી ( મોટી પાનેલી ભીખુપરી ગોસાઈ ( ખીરસરા), ભાવિન સેજપાલ - ટંકારા)

(5:26 pm IST)