Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જૂનાગઢ અમરેલી બ્રોડ ગેજ કન્વર્ઝન નું કામ શરૂ થાય તે પહેલાં આ રેલ્વે ટ્રેક ને પલાસવા થી શાપુર જોડી દેવા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સ્વ. મહેશ અજમેરા ના ભત્રીજા અને સામાજીક આગેવાન જગત અજમેરા ની માંગણી

જુનાગઢ તા.૨૯

જૂનાગઢ શહેર મધ્યે ગીચ વિસ્તારમાં પસાર થતી મીટર ગેજ રેલ્વે લાઈન હવે જ્યારે બ્રોડગેજ લાઈન મા રૂપાંતર થનાર છે ત્યારે ખુબ ગીચ વિસ્તારમાં ભવિષ્યમાં સર્જનારી મુશ્કેલી ને ધ્યાને લઈ ને વેસ્ટર્ન રેલવે દ્વારા આ રેલ્વે ટ્રેક ને પલાસવા થી શાપુર જોડી દેવા ની માંગણી બુલંદ બની રહી છે ભુતકાળમાં પણ જ્યારે રાજકોટ વેરાવળ અને જૂનાગઢ વિસાવદર બન્ને લાઈન મીટર ગેજ હતી ત્યારે પુર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય એ દુરંદેશી વિચારધારા સાથે આ રેલ્વે ટ્રેક ને પલાસવા થી શાપુર જોડી દેવા ની માંગણી કરી હતી પરંતુ ત્યાર બાદ રાજકોટ વેરાવળ લાઈન બ્રોડગેજ મા રૂપાંતર થતાં આ યોજના અધ્ધરતાલ રહેલી હવે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે જૂનાગઢ અમરેલી લાઈન ને બ્રોડગેજ લાઈન મા રૂપાંતર થવા જઈ રહી છે ત્યારે આ રેલ્વે ટ્રેક ને પલાસવા થી શાપુર જોડી દેવા ની માંગણી જૂનાગઢ શહેર ના પ્રજાજનો કરી રહયા છે અને એના ભાગ રૂપે જલારામ સોસાયટી જાગનાથ મંદિર રોડ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ભવિષ્યમાં થનાર અંડર બ્રીજ ની કાયમી સમસ્યા નો સામનો કરવો પડે તેમ હોવાથી વડાપ્રધાન શ્રી ને આવેદન પત્ર આપવા માટે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે સહી ઝુંબેશ ને ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ઝુંબેશ માટે સ્થાનિક લોકો અને જુદા જુદા સોસાયટી ના પ્રમુખ શ્રી ઓ જહેમત ઉઠાવી રહ્યા છે..ખાસ વિશેષ કરીને આ ઝુંબેશ માટે શ્રી જગતભાઈ અજમેરા એ એમની દુકાન પર પણ લોકો સહી કરવા આવી શકે તે માટે આયોજન કર્યું છે

(2:53 pm IST)