Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ ૫૦૦પાણીના કુંડા ૫૦૦ ચકલીના માળા આપી લીંબુ સરબત પીવડાવી જન્‍મ દિવસ ઉજવ્‍યો

ટંકારા  ટંકારા તાલુકાના લજાઈ ગામનાં અને ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ  વામજાએ ૫૦૦પાણીના કુંડા ૫૦૦ચકલીના માળા આપી ગરમી માં લોકોને લીંબુ સરબત પીવડાવી જન્‍મ દિવસ ઉજવયો હતો. વામજાનો ખેડૂત પરિવારમાં જન્‍મ થયેલ છે. માતાનું નામ દયાબેન પિતા નું નામ વલમજીભાઈ છે. આજે ઘણી બધી સેવા સાથે સંકળાયેલા છે BA LLB સુધી અભ્‍યાસ કરેલ છે. ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ, લાયન્‍સ ક્‍લબ ઓફ ટંકારા સિટીના પ્રમુખ અને  સરદાર ધામના કનવીનર છે. ગૌતમ વામજાના જન્‍મદિવસ પર લાઇન્‍સ ક્‍લબ ટંકારા દ્વારા સેવાકીય પ્રવળતિઓ કરવામાં આવી હતી. તેમાં ૫૦૦ પાણીના કુંડ ૫૦૦ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ કામરિયા ટંકારા પી એસ આઈ હેરમા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા લાયન્‍સ ક્‍લબ રમેશભાઇ રૂપાલા, રઘુવંશી સમાજનાં અગ્રણી ભાવિન સેજપાલ યુવા ૧૦૮ ટીમના નિલેશભાઈ, રસિકભાઈ, જીતુભાઈ, હસુભાઈ, ચેતનભાઈ, વલમજીભાઈ, ઘેલાભાઈ વિતરણ કાર્યમાં જોડાયેલ.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

(2:20 pm IST)