Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ગોંડલના મોવિયા ધામ વડવાળી જગ્‍યામાં પુજય ગાદીપતિ સ્‍વ. નારણદાસ બાપુ ના સ્‍મરણાર્થે ભંડારો અલખધણીનો મંડપ અને સંતમેળો અને ‘ખીમદાસબાપુ' એવોર્ડ સમારોહ યોજાયો

ગલતા જયપુર રાજસ્‍થાનથી અંનંત વિભુષિત પીઠાધીશ્વરની ઉપસ્‍થિતી : મોટી સંખ્‍યામાં ભાવિકોની ઉપસ્‍થિતી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: ગોંડલ તાલુકાના મોવિયામાં સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્‍ય સમાધિ મંદિર ખાતે પુ.ગાદીપતિ નારણદાસ બાપુના સ્‍મરણાર્થે ભંડારો, અલખ ધણીનો મંડપ તથા સંતમેળાનુ ધાર્મિક આયોજન કરાયુ હતુ.ઉપરાંત વિવિધᅠ પ્રતિભાઓને ખીમદાસ બાપુ એવોર્ડ થી બીરદાવાઇ હતી.

પુ. અલ્‍પેશબાપુએ સ્‍વાગત પ્રવચન કરી ફુલહાર સાલ ભેટપુજાથી સૌ આમંત્રિત દેહાણની જગ્‍યાઓના પુજનીય સંતો મહંતો મહામંડલેશ્વરશ્રીઓને, મહેમાનોને આવકાર્યા હતા. આ કાર્યક્રમના અધ્‍યક્ષ પ.પુ અનંત વિભુષિત ગલતાપીઠાધેશ્વર અવધેશાચાર્યજી રાધવેન્‍દ્વ મહારાજ તેમજ પ.પુ મહંતશ્રી ભરતબાપુ એવંમ કીશનરામબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના રાજકુમાર સાહેબ જયોર્તીમયસીંહજી ઓફ હવા મહેલ ગોંડલᅠ એ ધાર્મિક પ્રવચન આપ્‍યું હતું.રાજકુમાર સાહેબ એ કહ્યું હતું કે મારી ગોડલની વિદ વિદ ક્ષેત્રની વિશીષ્ટ પ્રતીભાઓ ને સન્‍માનીત કરતા હુ ખુબ જ હર્ષની લાગણી અનુભવુ છુ.

વર્ષ ૨૦૨૩નો એવોર્ડ ગોંડલᅠ સર્કલ ઓફિસર યશપાલ સીહ ગોહિલᅠ ને અર્પણ થયો હતો.તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ચૈતન્‍ય સમાધિ એ સાંજે ધુપ કરવો પડતો નથી પરંતુ એમની મેળે સમાધિના ધુપની ભભકથી મંદિર મહેકતુ હોય છે, એમની ચેતનાનો રણકાર થતો હોય છે, એ સમાધિની સેવાપુજા કરનાર સાધુ પુરુષનુ જીવન કપાસના ફુલ જેવુ દુધથી પણ પવિત્ર અને ઉજળુ હોય છે.તેમજ પર્યાવરણ વિભાગમાં એવોર્ડ સ્‍વિકારનાર હીતેશ દવે અને શીક્ષણક્ષેત્રે એવોર્ડ મેળવનાર અશોકભાઇ શેખડા એ પોતાને એવોર્ડ મળ્‍યો એ બદલ પ.પુ.મહંતᅠ ભરતબાપુᅠ અને અલ્‍પેશબાપુનો આભાર માની સમાધિના આશીર્વાદ મેળવ્‍યા હતા. સંતવાણી ક્ષેત્રમાં એવોર્ડ સ્‍વિકારનાર દીપક હરીયાણી અને રામદાસ દુધરેજીયા, તુલસી કાપડી, કવી પાર્થ હરીયાણી એ કહ્યુ હતુ કે એવોર્ડ સાથે લાખ રુપીયા રાશી મળે તો એ લાંબો સમય સુધી ટકતી નથી પરંતુᅠ સંત ખીમદાસ બાપુની સમાધિ ના જો અમોને આશીર્વાદ મળી જાય તો એ અમારી પેઢીયુની પેઢી સુધી ટકતા હોય છે. મહારાજા હીમાંશુસીહજી ઓફ ગોંડલᅠ ના પ્રતિનિધિ તરીકે આવેલ રાજભા જાડેજા એ પોતાનો પ્રતીભાવ આપતા જણાવ્‍યું હતુકે આ જગ્‍યા સાથે અને પ.પુ મહંતશ્રી ભરતબાપુ અને અલ્‍પેશબાપુ સાથે ઘણા વર્ષો થી હુ સંકળાયેલ છુ. એમની તમામ સેવાકીય પ્રવૃત્તિ લોક કલ્‍યાણ ની હોય છે. એમના દ્વારા થતા સતકાર્યો વંદનીય હોય છે. આ ભગીરથ કાર્યક્રમમા સક્રિય મારગદર્શકની ભુમીકા ભજવીનેᅠ કાર્યકતા ને પ્રેરક બળ પુરુ પાડનાર દુધરેજ, પાળીયાદ, મેસરીયા, ધેલા સોમનાથ, સેલ ખંભાળીયા, રંગપુર,મેકરણ દાદા ની પરંપરા ની કચ્‍છ ની તમામ જગ્‍યાઓ ના સંતો એ આશીર્વચન પાઠવ્‍યા હતા.સવારે પુજય ભરત બાપુ,અંનંત વિભુષિત ગલતાપીઠાધેશ્વર અવધેશાચાર્ય રાધવેન્‍દ્રજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ ગોરધનદાસ બાપા ઉગારામબાપાની જગ્‍યા બાંદરા માનસરોવરદાસજી ચનવાડા અને સંત મંડળ દ્વારા અલખધણીનો સ્‍થંભ ઉભો કરવામાં આવ્‍યો હતો. પુજય ગોરધનદાસ બાપાએᅠ આ દેહાણની જગ્‍યાના ૪૦૦વર્ષ જુના ઇતિહાસની વાત કરી હતી. રાત્રે દીપક હરીયાણી, રામદાસ દુધરેજીયા, તુલસી કાપડી, આશીષ હરીયાણી, ભરતબાપુ ઢીકવાળી અને ઉસ્‍તાદ ભરત સોલંકી દ્વારા ભવ્‍ય સંતવાણી રુપી ગુરુ મુખવાણી ભજનોની રમઝટ બોલાવી હતી. આᅠ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશ બાપુ, મનીષ જે. ખુટ, ભુપત કોળી, ચંદુભાઇ હીરાણી, જેન્‍તીભાઇ ગોંડલીયા, કાંતી ભાઇ પટોડીયા, રમેશભાઇ લીંબાણી, ધીરુભાઇ પટોડીયા, અશોકભાઇ હીરાણી, બાબુભાઇ, બાલાભાઇ હીરાણી, મહેશભાઇ ટારીયા,ᅠ આશીષ અદા, ભીખાલાલ ખુટ, ઉદયભાઈ ગૌસ્‍વામી, ગીરધરભાઇ સરધારા,ધીરુભાઇ ધડુક પી.ડી. ખુટ અને રવીભાઇ હીરાણી એ જહેમત ઉઠાવી હતી.

(2:17 pm IST)