Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન પાસે અજાણ્‍યા પુરૂષની લાશ મળીઃ વાલીવારસની શોધ

(લીત્તેશ ચંદારાણા દ્વારા) વાંકોનર તા.ર૯ : વાંકાનેરના રેલ્‍વે સ્‍ટેશન બહાર રીક્ષા સ્‍ટેન્‍ડ પાસે આવેલ ખુલ્લી ગટર પાસે કોઇ અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક ઉ.વ.આ. પપ વર્ષ અને મૃતકે કાળા કલર ઝભ્‍ભો તથા કાળુ પેન્‍ટ પહેરેલ છે. જો તેમની કોઇ વાલી વારસ સબંધી અથવા લાગતા વળગતા હોય તો પોલીસ હેડ કોન્‍સટેબલ કુલદિપસિંહ બી.ઝાલા મો.૯૧૭૩પ પપપ૩૮ સંપર્ક કરવા વિનંતી હાલ મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્‍પીટલના કોલ્‍ડ રૂમમાં રાખવામાં આવેલ છે.

(2:16 pm IST)