Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

સુરેન્‍દ્રનગરમાં જુગાર રમતા ૮ ઝડપાયા

  વઢવાણ  :  પીએસઆઇ ડી .ડી.  ચુડાસમા, એએસઆઈ વિનોદભાઈ, મહેન્‍દ્રસિંહ, જયપાલસિંહ, હરપાલસિંહ, દશરથસિંહ સહિત ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માધા ખવાસની શેરીમાં જાહેરમાં રેડ કરતા આરોપી,અંકિત ઉર્ફે રવિ રજનીકાંત શાહ વાણીયા વર્ધમાન કોલોની શેરી નંબર ૧ કપુરીયા હાઉસ વચલી ફાટક પાસે સુરેન્‍દ્રનગર, કાનજીભાઈ સોમાભાઈ બાવળીયા ત. કોળી વડનગર રામજી મંદિર પાસે સુરેન્‍દ્રનગર, લક્ષ્મણભાઈ વાઘજીભાઈ ચાવડા રોડ નગર, જાહીદ અજીતભાઈ પઠાણ શ્રવણ ટોકીઝ સુરેન્‍દ્રનગર, અબ્‍દુલશા અમીરશા દિવાન બહુચર પેટ્રોલ પંપ સુરેન્‍દ્રનગર, મહેબૂબ ઈસ્‍માઈલભાઈ ભટ્ટી સુધારા પ્‍લોટ જોરાવનગર, સરફરાજ ઉર્ફે સલીમભાઈ અનવરભાઈ ખોખર મીલ રોડ મદીના મસ્‍જિદ પાસે સુરેન્‍દ્રનગર, સબીરહુસેન ગુલામહુસેન સમા માધા ખવાસની શેરી વઢવાણ, આઠ ઈસમો રોકડા રૂ.૧૮,૩૦૦ તથા અન્‍ય મુદ્દામાલ સાથે કુલ રૂ.૨૯,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી  કાર્યવાહી કરેલ છે.

(2:41 pm IST)