Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર માટે દ્વારકાના ખેડૂત દ્વારા આવેદનપત્ર

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સામૂહિક રીતે કાર્યકરો તથા પ્રમુખ રામજીભાઈ સતવારાની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.  દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં કમોસમી વરસાદ માવઠા દિવસો સુધી થતા ખેડૂતોનો તૈયાર પાક, ઘાસચારો તથા પલળી ગયેલ પાક, તણાઈ જતા પાકથી ખૂબ જ આર્થિક નુકસાન થયું હોવાથી સરકારી તંત્ર દ્વારા તાકીદે સર્વેની ટીમ મોકલી વળતરની માંગ કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : કૌશલ સવજાણી ખંભાળિયા)

(10:08 am IST)