Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

૭૫ ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી ૭૩ મા પ્રજાસત્તાક પર્વ ઉજવતું

SGVP દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલય હનુમાનજી મહારાજને પણ ત્રિરંગી શૃંગાર ધરાવ્યા

ઉના :  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, ઉના પાસેના મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની પરિસરમાં આવેલ એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલય ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિને અને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વે ૭૫X૩૦ ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવી સ્વાતંત્ર્યપર્વ ઉજવ્યું હતું

આ પ્રસંગે ગુરુકુલના ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી શ્રી નરનારાયણદાસજી સ્વામી, પુજારી કૃષ્ણજીવનદાસજી સ્વામી અને હરિપ્રિયદાસજી  સ્વામી તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ.

આ પ્રસંગે ગુરુકુલ પરિસરમાં બિરાજીત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પુજારી સ્વામી શ્રી હરિદર્શનદાસજીએ  ત્રિરંગાનો શણગાર કરી ત્રિરંગો હાર પહેરાવી આરતિ ઉતારી હતી.

ધ્વજવંદન બાદ ભંડારી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેઓએ બલિદાન આપેલ તેમના સમર્પણને બિરદાવ્યું હતું.

 

(2:11 pm IST)