Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે સુડાવડ ખોડીયાર માતાજી મંદિરના કોઠારી પૂ.કરશન ભગતની પધરામણી

(યાસીન બ્લોચ દ્રારા) વિસાવદર તા.૨૯ : સુપ્રસિદ્ધ સુડાવડ ખોડિયાર માતાજી મંદિરના કોઠારી પૂ.કરશનભગતે વિસાવદર ખાતે આરોગ્ય સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી કાર્યરત એવી વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે પધરામણી કરી સંસ્થા દ્વારા ચાલતીવિવિધ સેવાકીય પ્રવૃતિઓથી માહિતગાર થયેલ સાથે સંસ્થા દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતાં સેવાકાર્યો ને બિરદાવતાં સંસ્થાનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા તેમજ સંસ્થાનાં સેવા કાર્યો માં સહભાગી બનતા સૌને શુભેચ્છાઓ સાથે આશિર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે  લાયન્સ કલબનાં ડ્રિસ્ટ્રીકટ ચેરપર્સન ભાસ્કરભાઇ જોશી, માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ,મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા તેમજ સંસ્થામાં માનદસેવા આપતા ગણેશભાઇ ગોસાઈ સહિતના સૌએ પૂ. કરશનભગતને શાલ ઓઢાડી ભેટ અર્પણ કરી સન્માનિત કરી આશીર્વાદ લીધા હતા.
બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા  કાર્યક્રમ યોજાયો
વિસાવદર  બ્રહ્માકુમારી  કેન્દ્ર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ટુ ગોલ્ડન ઈન્ડિયા પ્રોજેકટનું રાષ્ટ્રીય ઉદધાટન તેમજ બ્રહ્મા કુમારીઓનાં મૂર્ત સ્થાપક પ્રજાપિતા બ્રહ્માનાં ૫૩માં અવ્યકત આરોહણ અવસર અંતર્ગત બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમનું ડાયમંડ હોલ , શાન્તિ વન આબુ રોડ ખાતેથી આયોજીત કાર્યક્રમનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ ઉદધાટન-પ્રવચનનો લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ યોજાયો હતો.સૌને જયસુખભાઇ કુંભાણીએ આવકારેલ.બ્રહ્માકુમારી કેન્દ્રનાં સંચાલક બહેનો સંગીતા દીદી તેમજ કંચન દીદી દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરી દરેકનું સ્વાગત કરેલ.દીપ જ્યોત પ્રાગટ્ય બાદ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રાએ ૅઆઝાદી કા અમૃત મહોત્સવ ટુ ગોલ્ડન ઈન્ડિયૉ અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરેલ ત્યાર બાદ  સમય સર શરૃ થયેલ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત ડાયમંડ હોલ, શાંતિવન આબુરોડ ખાતેથી લાઈવ પ્રસારણ નાં માધ્યમે વડાપ્રધાન મોદી દ્વારા રજુ થયેલ વ્યકતવ્યને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ સાંભળેલ. કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી કનુભાઇ ભાલાળા, પૂર્વ જિલ્લા મંત્રી રમણીકભાઇ દુધાત્રા, તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયા,અગ્રણી એડવોકેટ ભાસ્કરભાઈ જોશી, સિરાજભાઈ માડકિયા,માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ, અનિલભાઈ કાછડીયા, આર.સી. સી.નાં સેક્રેટરી આસીફભાઇ કાદરી,જયસુખભાઇ કુંભાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગોપીમંડળ દ્વારા યજ્ઞ સંપન્ન
વિસાવદરમાં એકાદશી નિમિત્તે લોકોનાં આરોગ્યની સુખાકારી તેમજ કોરોના મહામારીથી લોકોને વહેલાસર છુટકારો મળે એવા ઉમદા આશયથી શાસ્ત્રી ભગવતીપ્રસાદ દવેના માર્ગદર્શન અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત સૌ દ્વારા આહુતિ આપી સૌની સુખાકારી માટે પરમકૃપાળુ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવામાં આવેલ.યજ્ઞ દરમિયાન માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી રમણીકભાઇ ગોહેલ, મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા,મૌનીઆશ્રમ જગ્યાનાં પૂજારી ગોરધનભાઇ કોટડીયા તેમજ ગાયત્રી પ્લોટ મોટાં મહિલા ગોપીમંડળ નાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શૌર્ય રેલી સંપન્ન
વિસાવદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ, વિસાવદર બજરંગ દળ તેમજ વિસાવદર પ્રખંડ તેમજ વિસાવદર શહેરની વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા રાષ્ટ્ર ભાવના સાથે રંગારંગ માહોલમાં શૌર્ય રેલી યોજાઈહતી.વિશ્વ હિન્દુ પરિષદ (ગ્રામ્ય) જુનાગઢ જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ સાવલીયાનાં માર્ગદર્શનતળે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર ખાતે  જ્યોત પ્રગટાવી સૌએ ભારત માતાનું પૂજન કરેલું.બાદમાં જય જય શ્રી રામ,ભારતમાતા કી જય નાં ઉદધોષ સાથે ડી.જે.ના સથવારે શૌર્ય ગીતો તેમજ દેશભકિત ગીતોનાં તાલે શૌર્ય રેલી નો શુભારંભ કરવામાં આવેલ જે જીવાપરા,ગંજીવાડા, રામજીમંદિર, જુનીબજાર થઇ સરદારચોક  ખાતે પહોંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પમાળા બાદમાં કનૈયા ચોક, મેઇન બજાર, રેલ્વે સ્ટેશન રોડ, મુરલીધર સોસાયટી, હવેલીગલી થઈ જુના બસસ્ટેશન પહોંચી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવેલ જ્યાંથી સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ,જીવાપરા થી બી.એ.પી. એસ.સ્વામિનારાયણ મંદિર સંસ્કાર કેન્દ્ર ખાતે પરત ફરેલ શૌર્ય રેલી દરમિયાન બહોળી સંખ્યામાં લોકો જોડાયેલા શૌર્ય રેલીનાં મુખ્ય આયોજકો હરેશભાઈ સાવલીયા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ જિલ્લો (ગ્રામ્ય), અરવિંદભાઇ ગોંડલીયા ઉપાધ્યક્ષ વી.એચ.પી. જુનાગઢ, દિવ્યેશ વિકમા અધ્યક્ષ વિસાવદર પ્રખંડ,જે.પી.છતાણી ઉપાધ્યક્ષ વિસાવદર પ્રખંડ, કૃણાલ વિકમા અધ્યક્ષ બજરંગ દળ વિસાવદર, અક્ષય રીબડીયા ઉપાધ્યક્ષ બજરંગ દળ વિસાવદર તેમજ વિસાવદર શહેરની વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવેલ આ ઉપરાંત જુનાગઢ જિલ્લા વી.એચ.પીનાં મંત્રી સુર્યકાન્ત નિમાવત, મંત્રી સંદિપભાઈ પેથાણી, જુનાગઢ જિલ્લા બજરંગ દળનાં પ્રમુખ જિજ્ઞેશભાઈ આજકીયા, ધર્મ પ્રચારક હિમાંશુ ભટ્ટ સહિત ખાસ ઉપસ્થિત રહેલ રાષ્ટ્રભાવના સાથે શૌર્ય રેલીનાં રંગારંગ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાધેલા, જુનાગઢ જિ.શિ.સમિતિનાં ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાનાં પ્રતિનિધિ રાજન રીબડીયા, વિસાવદર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન કમલેશભાઈ રીબડીયા, શાયોના ગૃપનાં પ્રમુખ ધનશ્યામભાઇ સાવલીયા, જિલ્લા યુવા ભાજપ કોષાધ્યક્ષ ઉદયભાઈ મહેતા,માનવસેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ,રોટરી કોમ્યુનિટી કોર્પ્સ નાં પ્રમુખ કૌશિકપુરી ગૌસ્વામી, વિસાવદર તાલુકા પેન્શનર ગૃપના પ્રમુખ સી. વી.જોશી, હરેશભાઇ મહેતા, સમભાવ મિત્ર મંડળનાં પ્રમુખ ઈલ્યાસભાઈ ભારમલ, મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા, સ્વામિનારાયણ ગુરુકુળનાં સંચાલક જીતેન્દ્રભાઇ ડોબરીયા, સતિષભાઈ સાંકળીયા, પટેલ પ્રગતિ મંડળના રમણીકભાઇ માંગરોળીયા, ગોકુલ ગૌરક્ષા ટ્રસ્ટ ના પ્રમુખ અમિતભાઈ હીરપરા, ભરતભાઇ હીરપરા, ધનશ્યામભાઈ માંડણકા સહિતના વિવિધ સંસ્થાઓ ના કાર્યકર્તાઓ, અગ્રણીઓ તેમજ યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આર્યસમાજ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
વિસાવદરમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્વ.વસતાભાઈ કાળાભાઈ ચૌહાણની ઉમદા પ્રેરણા અને લોકોની આરોગ્ય સેવાઓનાં ઉચ્ચ વિચારો સાથે કાર્યરત આર્યસમાજ વિસાવદર ખાતે સંસ્થાનાં પ્રમુખ સુધિરભાઇ ચૌહાણ તેમજ મહામંત્રી ચંન્દ્રવદન ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ સ્વ.ભીખાલાલ મોહનલાલ ટાંકની પૂણ્ય સ્મૃતિમાં તેમનાં પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં કુલ ૬૪ લાભાર્થી દર્દીઓએ વિનામૂલ્યે કેમ્પનો લાભ લીધો હતો.કેમ્પમાં  ડો.વિનોદ વાધેલાએ સેવા આપી હતી.કેમ્પમાં ઉપસ્થિત દરેક લોકો માટે આર્યસમાજ વિસાવદર ખાતે ભોજનની વ્યવસ્થાનું  આયોજન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, મંત્રી રમણીકભાઇ ગોહેલ, મેડિકલ સાધન સેવા કેન્દ્રનાં સંચાલક ચન્દ્રકાન્ત ખુહા, તાલુકા પેન્શનર ગૃપ ના પ્રમુખ સી.વી.જોશી,ભાગીરથી આઈ, ભારતીબેન રીબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પને સફળ બનાવવા નારણભાઇ માલવીયા, મણીભાઈ રીબડીયા, વીરજીભાઈ સુરાણી, જીતુપુરીબાપુ (ભોલેનાથ) વિગેરેએ જહેમત ઉઠાવી હતી.કેમ્પનાં શુભારંભ કાર્યક્રમનું સફળ સંચાલન જીતુપુરીબાપુ (ભોલેનાથ) દ્વારા કરવામાં આવેલ તેમજ કેમ્પમાં ઉપસ્થિત સૌ કોઈનો સંસ્થાનાં મહામંત્રી ચંન્દ્રવદન વી. ચૌહાણ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

 

(1:51 pm IST)