Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સાવરકુંડલા : અમદાવાદમાં ગુજરાત માઇનોરેટી ડિપાર્ટમેન્ટના વિવિધ હોદ્દેદારોને નિમણુંક પત્ર અપાયા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઇ શેખ, ધારાસભ્ય જાવેદ પીરજાદા, વજીરખાન વિગેરેની ઉપસ્થિતિ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ગુજરાત પ્રદેશ લેવલના અને ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લાના પ્રમુખોને તેમના નિમણુક લેટર આપવાવાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે જણાવેલ હતું કે કોંગ્રેસ પાર્ટી દરેક સમાજને સાથે રાખીને ચાલનારી છે અને દરેક સમાજ અને ના તકલીફમાં સાથે ઉભી રહે છેઙ્ગ હું કયારે કોય સાથે ભેદભાવ નહીં રાખું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો વિજય થાય તેની તૈયારીઓમાં લાગી પડીએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી કદીરપીરજાદા એ જણાવેલ હતું કે એન આર સી વાળા અમને કાઢવા નથી અમારા બાપ દાદા ઓ એ કીધું કે અમો આ મિટી માટે લડ્યા છી એ અને મરશું તો પણ ભારત દેશની મિટી અમોને મુબારક થશે માઈનોરેટી ડિપાર્ટમેન્ટ નો એક એક કાર્યકર કોંગ્રેસ માટે લડવા વાળો છેઙ્ગ તેવી વિસ્તૃતપણે ખ્યાલ આપેલ હતો.

ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખે જણાવેલ હતું કે ભાજપ વાળા મુસ્લિમ, ગરીબ અને પછાત વર્ગ વિરોધી પાર્ટી છે. જયારે જયારે મુસ્લિમોની તકલીફોમાં કોંગ્રેસ હમેશાઙ્ગ ઉભી રહી છે અને ઉભી રહેશે. જયારે આ દેશના ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમો કોંગ્રેસ સાથે જ રહ્યા છેઙ્ગ

એમ પણ શેખે જણાવેલ કે મને હરાવવા મારી સામે ૧૭ ઉમેદવાર ઉભા રાખવામાં આવેલ હતા છતાં પણ મારો વિજય થયો.ઙ્ગ ભાજપની બી ટીમ રૃપી બીજી પાર્ટીને આપણે જાકારો આપવાનો છે તેમ અંતમાં શેખે જણાવેલ હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાંન પઠાણે જણાવેલ હતું કે મુસ્લિમ ધર્મમાં પાંચ ફરજ છે એવી રીતે ભાજપને સતામાંથી કાઢવાની પણ મુસ્લિમોની ફરજ છે. આપણે નેતા બની ને નહીં પરંતુ કાર્યકર બનીને કામ કરશું તો ભાજપને હરાવવામાં કમિયાબી મળશે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાને જણાવેલ હતું કે કોંગ્રેસ કયારે જ્ઞાતિવાદને માનતો નથી કોંગ્રેસ બિન સાંપ્રદાયક પક્ષ છે.

આ પ્રસંગે ધારાસભ્ય જાવેદપીરજાદા, ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના નિરીક્ષક અનિરૃદ્ઘ જૈન, પૂર્વ ધારાસભ્ય વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. ત્યાર બાદ ગુજરાત પ્રદેશ લેવલ ના વિવિધ હોદેદારોને અને ગુજરાત ના દરેક જિલ્લાના પ્રમુખોને તેમને તેમની નિમણુક લેટર કોંગ્રેસી મહાનુભાવોના હાથે આપવાવામાં આવેલ હતી. આ મીટીંગમાં ગુજરાતભરમાંથી માઈનોરેટી ડિપાર્ટમેન્ટના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા

(1:20 pm IST)