Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધોરાજીમાં અટલ ટીકરીંગ લેબનું ઉદ્દઘાટન

 ધોરાજી : આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં અટલ ટીકરીંગ લેબ નું ઉદઘાટન પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે  ટિકરીંગ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યો હતું કેન્દ્ર સરકારની યોજનાથી બનેલો અટલ ટીકરીંગ લેબના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી  કાર્તિકેય પારેખ, પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશભાઈ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક, પરાગભાઇ શાહ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા સાંસદ રમેશભાઈ ધડુક એ ઉદબોધનમાં જણાવેલ હતું કે આ એક અદભૂત સંસ્થા છે શિક્ષકોના પૂરતા પ્રયત્નો અને ખંત સાથે મેનેજમેન્ટ ટીમના વિઝનથી ખુબ જ સરસ પરિણામ દેખાડી રહ્યા છે વિદ્યાર્થીઓને માત્ર માર્કેટ ઉજળી બને તેના કરતા તેના સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા પ્રતિબદ્ધ છે છેલ્લા પચાસ વર્ષથી ધોરાજી નગરને સેવાઓ પુરી પાડી રહી છે આ સંસ્થાને ખૂબ જ શુભકામનાઓ પાઠવી હતી.  પૂર્વ કેબિનેટ મિનિસ્ટર  જયેશભાઇ રાદડિયાએ પોતાના વિદ્યાર્થી કાળનાં સંસ્મરણો વાગોળ્યા હતા શિક્ષકો સામે બેઠા હોય અને બોલવાનું થાય ત્યારની પોતાની લાગણીઓની અભિવ્યકિત કરી હતી અને જણાવેલ કે આ સંસ્થામાં સાત વર્ષ સુધી તેમણે અભ્યાસ કરેલો એટલે પોતાના જીવનઘડતરમાં પણ ખૂબ મોટો ફાળો આ સંસ્થાનો હોવાનું જણાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અહેવાલ : કિશોર રાઠોડ ધમેન્દ્ર બાબરીયા ધોરાજી)

(1:15 pm IST)