Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોના પોઝીટીવ નવા ર૭ સામે ૭ર નેગેટીવ થયા

દ્વારકા સૌથી વધુ ૨૦ કેસો નોંધાયા

 

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૯: દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોમાં ઘટાડા સાથે નવા કેસ નોંધાવાના ચાલુ રહયા છે. ગઇકાલે ર૭ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં દ્વારકામાં ર૦, ખંભાળીયામાં ૬ તથા ભાણવડમાં એક કેસ નોંધાયો છે. જયારે કલ્યાણપુરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.

 

ગઇકાલે ૨૪ કલાકમાં સૌથી વધુ રીકવરી પોઝીટીવ કેસમાંથી નેગેટીવ થવાના ૭૨ નોંધાયા છે. જેમાં દ્વારકાના ૪૦, ખંભાળીયાના કલ્યાણપુરના સાત તથા ભાણવડના ૬ કેસોનો સમાવેશ થાય છે.

(1:15 pm IST)