Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

માળિયાના સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ધાબળા વિતરણ કરી હુંફ પૂરી પાડી.

મોરબી :  ૭૩ માં પ્રજાસત્તાક દિવસ નિમિતે સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા અને નિરાધાર વૃદ્ધોને હુંફ પૂરી પાડીને ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માળિયા તાલુકાના રાસંગપર ગામના પાટિયા નજીક આવેલ સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધી મીરાં ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના નિર્માતા જયદીપભાઈ ડાભી, મોહિનીબેન ડાભી અને અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન, કોમલબેન, પ્રીતિબેન, અને બિપીનભાઈ હાજર રહી આયોજન સફળ બનાવ્યું હતું.

(12:42 pm IST)