Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધ્રાંગધ્રા પાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કોન્‍ટ્રાકટમાં કૌભાંડની આશંકા !!!

(ફઝલ ચૌહાણ દ્વારા) ધ્રાંગધ્રા નગરપાલિકામાં વિવાદો અટકાવવાનું નામ નથી લેતા. વગદાર બિલ્‍ડરનું કોમ્‍પલેક્ષ બી.યુ.પરમીશન વગર ધમધમતુ થયાનો વિવાદ હજુ શમ્‍યો નથી ત્‍યાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કોન્‍ટ્રાકટમાં કૌભાંડની આશંકા સાથે વધુ એક વિવાદ ઉભો થતા ચકચાર ફેલાવા પામેલ છે.
નગરપાલીકાના વર્તુળોમાંથી મળતી વિગતે ધ્રાંગધ્રા શહેરના નવ વોર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનો કોન્‍ટ્રાકટ અમદાવાદની કુમાર એજયુકેશન નામની-સંસ્‍થાને અપાયેલો છે. પાલિકા દ્વારા કોન્‍ટ્રાકટરને પોતાના વાહન વાપરવાની શરતે દર મહીને રૂા.૪.૮લાખનુ બીલ ચુકવવામાં આવે છે.
કોન્‍ટ્રાકટરે ડોર ટુ ડોર ના વાહનમાં પોતાના કામદારો મુકીને લદ્યુતમ વેતનધારા મુજબ દૈનીક રૂા.૩૮૦ ચુકવવા પણ ફરજીયાત છે. ઉપરાંત કોન્‍ટ્રાકટર દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં બેદરકારી દાખવાય તો મિલ્‍કત (દ્યર કે દુકાન) દીઠ રૂા.૧૮.૪૫ પૈસા બિલમાંથી કપાત કરવાની પણ કોન્‍ટ્રાકટમાં શરત રખાયેલા છે પરંતુ આ બધી શરતો અને નિયમો કાગળ ઉપર જ રહેતા હોય તેમ ધ્રાંગધ્રામાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે કોન્‍ટ્રાકટરો દ્વારા નગરપાલીકાના વાહનોના ઉપયોગ થતો જોવા મળે છે. નગરપાલીકાના વાહનોનો ઉપયોગ થવા છતાં કોન્‍ટ્રકટરના લાખ્‍ખોના બિલ પાસ થઈ જતા હોવાથી ચકચાર ફેલાવા પામેલ છે. આટલુ જ નહી કોન્‍ટ્રાકટર દ્વારા ડોર ટુ ડોરના વાહનમાં ડ્રાયવર ઉપરાંત લોકો પાસેથી કચરાનુ ડસ્‍ટબીન લઈને ખાલી કરી આપવા માટે કલીનર હોતા જ નથી તેવું શહેરીજનો જણાવે છે કોન્‍ટ્રાકટર દ્વારા કલીનર અને પોતાના વાહનની શરતનો ભંગ કરીને મસમોટુ કૌભાંડ આચરવામાં આવતુ હોવાનું મનાય છે.
શહેરના એક સામાજીક કાર્યકરે જણાવ્‍યું હતું કે, ધ્રાંગધ્રામાં ડોર ટુ ડોર કચરો દરરોજ એકત્ર કરવા માટેનો કોન્‍ટ્રાકટ અપાયેલ છે પરંતુ કેટલાક વિસ્‍તારોમાં ચાર-પાંચ દિવસ સુધી ડોર ટુ ડોર કચરો લેવા વાળુ વાહન આવતુ જ નથી મહીનામાં છ થી સાત દિવસ જ કચરો એકત્ર કરાતો હોવા છતાં ત્રિસ દિવસ કચરો એકત્ર કર્યાનાᅠ બિલો મંજુર કરાવવામાં આવે છે? તે તપાસ માંગતી બાબત છે
આ સમગ્ર બાબતે ઉચ્‍ચ કક્ષાએથી તપાસ હાથ ધરાય તો ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થવાની શકયતા નકારી શકાતી ન હોવાનું મનાય છે
ધ્રાંગધ્રા નગરપાલીકામાં ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી ૩૫ બેઠકો ભાજપ પાસે છે. વિપક્ષ નામનો જ છે સ્‍પષ્ટ બહુમતી હોવાથી સામાન્‍ય સભામાં તમામ ઠરાવો ચર્ચા કે વાંધા જ પસાર થઈ જાય છે આપ ખુદશાહી થી વહિવટ ચલાવતા હોવાનો આક્ષેપ થાય છે. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં કોન્‍ટ્રાકટરના શરતભંગ સામે આંખ આડા કાન થતા હોવાની લાગણી શહેરીજનોમાં ફેલાવા પામેલ છે.
ધ્રાંગધ્રા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં કૌભાંડથી આશંકા સાથે ધ્રાંગધ્રા નગરપાલીકાના નવા આવેલા ચીફ ઓફીસર મંટીલકુમાર પટેલ સાથે વાત કરતા તેમણે જણાવેલ હતુ કે, હું થોડા સમયથી જ આવ્‍યો છું, ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં શરતો મુજબ કામ થતુ ન હોવાનું મારા ધ્‍યાને આવતા પ્રથમ મહિને કોન્‍ટ્રાકટરના બિલમાંથી રૂા.૧૦,૦૦૦ની કપાત કરવામાં આવેલ છે તથા કોન્‍ટ્રાકટરને શરતો મુજબ જ કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે.

 

(12:01 pm IST)