Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ભુજ પાલીકાના પુર્વ નગરપતિ (પિતાને) સ્વ.રસીકભાઇ ઠક્કરની જન્મજયંતી નિમીતે પ્રતિમાને વર્તમાન નગરપતિ (પુત્ર)ઘનશ્યામભાઇ ઠક્કર દ્વારા શ્રધ્ધાંજલી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ર૯:   નગર પાલીકાના પુર્વ નગરપતિ, જુના જનસંઘી અક્ષરનિવાસી રસીકભાઇ ઠક્કરને તેમની ૭૪ મી જન્મજયંતી નિમિતે નગર પાલીકા તેમજ તેમના પરીવાર દ્વારા રાજેન્દ્રપાર્ક પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.

આ અંગે શ્રધ્ધાંજલી શ્રધ્ધાસુમન આપતા વર્તમાન નગર પાલીકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે ભુજના નગરજનો વતી શહેરના નગરપતિ તરીકે જયારે પુર્વ નગરપતિ (મારા પિતાને) તેમની જન્મજયંતી નિમીતે શ્રધ્ધાંજલી અર્પણ કરવાની જે તક મળી છે. તયરે આજના દિવસે કચ્છની કુળદેવી આઇ આશાપુરાને એક જ અરજ કરૂ છું કે મારા પિતાશ્રીએ બતાવેલા પથ પર ચાલવાની મને શકિત આપજે. આજથી રપ વર્ષ અગાઉ એ ભુજના નગરપતિ હતા. ભુજની જનતાએ આજની તારીખમાં એમણે  કરેલા કાર્યો ભુજની પ્રજાને યાદ છે. આવનારા દિવસોની અંદર એમની કામગીરીનો અમુક અંશ પણ હું કામ કરી શકુ તેવી શકિત આપજે.

આ પ્રસંગે શ્રી ઠક્કરના પરિવાર દ્વારા તેમજ સત્ર્ીયમ સંસ્થા દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ બનેલ વિજેતાને પરિવાર દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત રંક પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથે સાથે સંસ્કૃત પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓની ફી ભરી આપવામાં આવી હતી.

ઉપરોકત પ્રસંગે તેમના પરિવાર વતી રાજુલાબેન ઠક્કર, પીયુષભાઈ ઠક્કર, કૃપાબેન ઠક્કર, વરૂણ ઠક્કર, કાવ્યાબેન ઠક્કર, દધિચી ઠક્કર, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી શીતલભાઈ શાહ, કચ્છ જીલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા, કે.ડી.સી.સી. બેન્કના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભૂજ શહેર ભાજપના પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, ભૂજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભૂજ શહેર ભાજપના મહામંત્રી ભૌમિકભાઈ વચ્છરાજાની, ભૂજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા અશોકભાઈ પટેલ, નગરસેવકોમાં કાસમભાઈ કુંભાર, ધીરેનભાઈ લાલન, ઘનશ્યામ સી. ઠક્કર, રસીલાબેન પંડયા, સંજયભાઈ ઠક્કર, ક્રિષ્નાબા જાડેજા, કશ્યપભાઈ ગોર, સાવિત્રીબેન જાટ, દંડક અનિલભાઈ છત્રાળા, શહેર સંગઠનના હોદેદારો, સમાજના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અનવરભાઈ નોડે, દર્શકભાઈ અંતાણી ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

(11:57 am IST)