Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

લોધીકાના ખેડૂતની જમીન પચાવી પાડતા ઉચ્ચકક્ષાએ રજૂઆત

ન્યાય આપવા પોલીસ અધિક્ષક તથા મામલતદાર સમક્ષ રાવ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા. ૨૯ :. લોધીકાના અશોકભાઈ અને શૈલેષભાઈ વશરામભાઈ વસોયાએ મામલતદાર તથા પોલીસ અધિક્ષકને રજૂઆત કરીને તેની જમીન પચાવી પાડનારા સામે પગલા ભરવા માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યુ છે કે લોધીકાના અશોકભાઈ વશરામભાઈ વસોયા તેમજ શૈલેષભાઈ વશરામભાઈ વસોયા ખેતીની જમીન ખાતા નંબર ૪૦૭થી રેવન્યુ સર્વે નંબર જુનો ૨૯૯ પૈકી ૧નો હાલ નવો સર્વે નંબર ૮નો જમીનનું ક્ષેત્રફળ ૧-૮૨-૩૪ કુલ જમીન અમારે ૪ એકરને ૨૦ ગુંઠા થાય છે જે જમીન એન્ટ્રી નંબર ૯૩૪થી સર્વે નંબર ૨૯૯ પૈકી ૧ વાળી જમીન અમારા પિતાશ્રી વશરામભાઈ લાખાભાઈ વસોયાના ખાતે તા. ૫-૩-૧૯૮૦ના રોજ ૨૯૯ પૈકી ૧ વાળી જમીન ૪ એકરને ૨૦ ગુંઠા તેમના ભાયુ ભાગે આવેલ છે. હાલ અમારા પિતાશ્રી તેમજ માતુશ્રી અવસાન પામેલ છે, તો આપ સાહેબને જણાવવાનું જે સર્વે નંબર ૮ પૈકીવાળી જમીન ધરાવીએ છીએ તેમા હાલ ૭-૧૨ મુજબ જમીન જે આવેલ છે તે અમારે ખેતરે સાઈટ પરની પુરેપુરી જગ્યા ન હોય તેમા મારે ૩૫ ગુંઠા માપણી શીટ મુજબ ઘટાડો આવે છે.

જે ઘટાડો મારી બાજુમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૨૯૯ પૈકી ૪નો નવો સર્વે નંબર ૧૪૯વાળી જમીન ચંદુભાઈ જાદવભાઈ પટેલ (વસોયા) ધરાવે છે તેઓએ મારૂ ૩૫ ગુંઠાનું દબાણ કરેલ છે તે હાલ રહે. રાજકોટ મો. ૯૮૭૯૪ ૬૪૩૬૩ તે જમીન હાલ દેખરેખ તેમના ભાઈ શ્રી રમેશભાઈ જાદવભાઈ વસોયા રાખે છે તેમજ વાવેતર કરે છે. જે બન્ને ભાઈ જ છે તેમજ લોધિકા રહે છે જેમનો મોબાઈલ નંબર ૯૯૦૪૦ ૯૩૨૨૦ છે તો આપ સાહેબને નમ્ર અરજ કરવામાં આવે છે કે જે તે સમયે માતા પિતાશ્રી વશરામ લાખાભાઈ વસોયાના ખાતે એન્ટ્રી નંબર ૯૩૪થી સર્વે નંબર ૨૯૯ની જમીન ૪ એકર ૨૦ ગુંઠા આવેલ છે તે જમીનનું બાજુવાળા ચંદુભાઈ જાદવભાઈ વસોયા તેઓએ બળજબરીપૂર્વક હાથે જમીનની દડી ફેરવીને મારી જમીન ૩૫ ગુંઠા તેમના સર્વે નંબરમાં લઈ લીધેલ છે.

જે તે સમયે ભાયુ ભાગ પડેલ હોય ત્યારે મારા પિતાશ્રી વશરામભાઈ લાખાભાઈ વસોયા અભણ અને અજ્ઞાન ખેડૂત હોય જે તે સમયે કોઈ કાયદાકીય જ્ઞાન ન હોય તેના કારણે બાજુવાળાએ બળજબરી કરીને મારા પિતાશ્રીની ગેરહાજરીમાં હાથે જમીનની દડી ફેરવીને તેમની જમીનમાં મારી ૩૫ ગુંઠા જમીન લઈ લીધેલ છે અને જે સર્વે નંબર ૨૯૯નું ૪ એકર ૨૦ ગુંઠા એન્ટ્રી નંબર ૯૩૪થી તા. ૫-૩-૧૯૮૦થી જે ૩૫ ગુંઠાનું જમીનનું દબાણ કરેલ છે જેના કુલ ૪૧ વર્ષ સુધીનું મારૂ ૩૫ ગુંઠાનું દબાણ કરેલ છે જેનુ અત્યાર સુધીનું એક વર્ષનું ૩૫ ગુંઠાનું ખેતીની ઉપજ રૂ. ૨૦૦૦૦ લેખે કુલ ૪૧ વર્ષ રૂ. ૮૨૦૦૦૦નું વળતર થાય છે. તે અમારે લેવાનું થાય છે કારણ કે જમીન ૩૫ ગુંઠાનું ૪૧ વર્ષથી ચંદુભાઈ જાદવભાઈ વસોયાએ દબાણ કરેલ છે અને અત્યાર સુધી ૩૫ ગુંઠાનું વાવેતર કરે છે જેનુ વળતર લેવાનું થાય છે.

લોકોએ મારી જમીન દબાણ કરેલ છે તેવા સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવી અને મારી જમીન તેમજ તેનુ વળતર મળે તેવી વ્યવસ્થા કરી આપવા અંતમાં માંગ કરી છે.

(11:55 am IST)