Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગોંડલના પ્રાંત અધિકારીને ગુજરાતના બેસ્‍ટ ઇઆરઓનો એવોર્ડ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૯ : મતદાર સુધારયાદી અંતર્ગત ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને સીઇઓ ગુજરાત દ્વારા ગુજરાતના બેસ્‍ટ ઇઆરઓ (ઇલેક્‍ટ્રો રોલ ઓબ્‍ઝર્વર)નો એવોર્ડ આપવામા આવ્‍યો છે. રાજય ની ૧૮૩ વિધાન સભા મતદાર વિભાગમાંથી ગોંડલની કામગીરીને પ્રથમ સ્‍થાન પ્રાપ્ત થયુ છે. પ્રાંત અધીકારી રાજેશકુમાર આલ તથા તેમની ટીમ દ્વારા કરાયેલ કામગીરી અવ્‍વલ સ્‍થાને રહી હોય ગોંડલનુ ગૌરવ વધ્‍યુ છે. ગૌરવપૂર્ણ ઘટનાને ધારાસભ્‍ય ગીતાબા જાડેજા એ શુભેચ્‍છા પાઠવી સરાહના વ્‍યક્‍ત કરી છે.


 

(10:23 am IST)