Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સીએની ઇન્ટર પરીક્ષા આઇપીસીસીમાં ભુજનો વિદ્યાર્થી જય શેઠ ટોપર

ભુજ તા.૨૯: ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે લેવાતી સીએની ઇન્ટર મીડીયેટ પરીક્ષામાં ભુજના વિદ્યાર્થીએ સૌથી વધુ ગુણ મેળવીને દેશભરમાં ડંકો વગાડી દીધો છે.ભુજના જય ધર્મેન્દ્ર શેઠે નવેમ્બર મહીનામાં લેવાયેલ આઇપીસીસીની પરીક્ષામાં ૭૦૦માંથી ૫૩૦ ગુણ મેળવીને ૭૫.૭૧ ટકા સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં સીએની પરીક્ષામાં સફળતા મેળવવા માંગતા જય ધર્મેન્દ્ર શેઠને ઠેર ઠેરથી આ બદલ અભિનંદન મળી રહ્યા છે જયના પિતા સ્ટેશનરીની દુકાન ચલાવે છે જયારે માતા હાઉસ વાઇફ છે.(૧.૭)

(11:57 am IST)