Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

મુંદરામાં ભંગારના વાડામાંથી ઝડપાયેલા ૮૦ હજારના આયાતી કોલસામાં ઇદ્રીસભાઇ રાજકોટવાળાનું નામ ખુલ્યું

ટોડા ગામે વાડામાંથી એક શખ્સની ધરપકડ કર્યા બાદ પોલીસે કોલસા રખાવનાર ઇદ્રીસ રાજકોટવાળા સુધી તપાસ લંબાવી

ભુજ તા.૨૮: મુદરા પોલીસે ટોડા પાટીયા પાસે આવેલ ભંગારના વાડામાં તપાસ હાથ ધરતા ૧૨૨ ગુણી કોલસા ૨૭૦૦ કિલો જે.આયાતી કોલસાની કિંમત ૮૦ હજાર જેટલી થાય છે તેનો બિનહિસાબી જથ્થો ઝડપ્યો હતો.

પોલીસે ભંગારના વાડામાં રહેલા શખ્સ શ્રીકૃષ્ણ બાલમુકુંદ દોરેને ઝડપી ને વધુ પૂછપરછ કરતા આ આયાતી કોલસાનો જથ્થો તેના શેઠ ઇદ્રીસભાઇ રાજકોટવાળાએ રખાવ્યો હોવાનું ખુલતા મુંદરા પોલીસે તેની તપાસ ઇદ્રીસ રાજકોટ વાળા સુધી લંબાવીને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

(11:48 am IST)