Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પોરબંદર હરી મંદિરના પાટોત્સવમાં સાંદીપની ગૌરવ એવોર્ડ એનાયત

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિઃ રાજર્ષિ મહર્ષિ તથા બ્રહ્મર્ષિ એવોર્ડ

જુનાગઢ, તા., રરઃ પોરબંદર સાંદીપની વિદ્યાનિકેતનમાં શ્રી હરી મંદિરના બારમાં પાટોત્સવ નિમિતે પૂજય ભાઇશ્રી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સાંદીપની ગૌરવ એવોર્ડ સમારંભનો મંગલ પ્રારંભ થયો હતો.

એવોર્ડ પ્રદાનના પ્રારંભમાં ઋષિકુમારો દ્વારા વેદમંત્રોનું ગાન થયું. ભાગ્યેશભાઇ ઝા દ્વારા શબ્દોથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યુ તેમણે કહયું દેવર્ષિનો ભાવ પ્રગટ કરતા કહયું કે 'મોરારીબાપુએ ઉલ્લેખ કરેલો દેવર્ષિ એટલે કરૂણા' બ્રહ્મર્ષિ એટલે જેમાં પાંડિત્ય પણ હોય અને સાથે સાહિત્યનો સમાવેશ થયો હોય અને એ સમાજને સમર્પિત કર્યુ હોય, દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ એ ત્રિવેણી છે. દેવર્ષિ એટલે ભકિત, બ્રહ્મર્ષિ એટલે જ્ઞાન અને રાજર્ષિ એટલે કર્મ સાથે આ વખતે આપણે મહર્ષિ એવોર્ડ પણ આપવાના છીએ.

એવોર્ડ ચયન સમીતીના અધ્યક્ષ અને મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ ડો. મોહનભાઇ પટેલ, આ એવોર્ડના સમારોહની ભુમીકા રાખીને તેમણે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. પરસોતમભાઇ રૂપાલા, મંત્રીશ્રી, રાજયસભા, કૃષિ એવમ કિશાન કલ્યાણ તથા પંચાયતી રાજ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ સંપુર્ણ કાર્યક્રમમાં આપણી જે પ્રાચીન પરંપરા છે અને પુનઃ જાગૃત કરતા પૂજય ભાઇશ્રીએ પહેલ કરી એટલા બધા તજજ્ઞોની વચ્ચે બોલવાનો અવસર મળ્યો. સમગ્ર રાષ્ટ્રને એક શિક્ષા મળે એ રીતનું આ કાર્ય છે. આ સમયમાં એવોર્ડીઓ પોતાના એવોર્ડ પાછા આપી રહયા છે ત્યારે આવા કપરાકાળમાં આ ચયન સમીતીને ધન્યવાદ આપુ છુ કે સામે ચાલીને જેમણે યોગ્ય પાત્રોનું ચયન કર્યુ અને આ ઋષિપરંપરાને જાળવી.

પ્રવચનોમાં રાજર્ષિ એવોર્ડી શ્રી બજરંગલાલ તાપડીયાજીએ ફુલ ઉપર બેઠેલા જીવડુ બેઠુ હોય અને તે ફુલ તોડીને ભગવાન પર ચડાવીએ તો જેવી રીતે ફુલ દ્વારા એક જીવડાને સન્માન મળે છે એવી રીતે મને પણ આ મહાજનોનો સંગ મળ્યો તો મને પણ એવું સન્માન પ્રાપ્ત થયંુ છે બાકી મારામાં કોઇ આવડત ન હતી પણ આ સજ્જન આ સંગના સંગ દ્વારા લાભ પ્રાપ્ત થયો કે હું આવી શકયો તેમ જણાવેલ હતું.

રાજર્ષિ એવોર્ડી શ્રી બજરંગલાલ તાપડીયાજીએ ૧૯૯ર માં પૂજય ભાઇશ્રીની અમારા ગામમાં કથા થયેલી, જેમાં ૧૯૯૪ માં બે અહીયા આવવાનું પ્રારંભ કર્યુ. એ ભાઇશ્રીનીજી કૃપા છે. અહી પૂજય ભાઇશ્રી દ્વારા અનેક વિદ્યાર્થીઓ ભણે છે અને તેની કૃપાથી જ મારાથી સેવા થઇ રહી છેઅને આગળ પણ સેવા કરતા રહે.

મહર્ષિ એવોર્ડી નટવરભાઇ દેસાઇએ  પૂજય ભાઇશ્રીને પ્રણામ ખરેખર મને સંસ્કૃત આવડતું  નથી અને હું  કાંઇ જાણતો નથી. એવું એટલે કહું છું કે બધા એનાથી બહુ વખાણ કરે, તો અભિમાન થાય. એટલે હું કાંઇ સમજયો નથી કે મને કાંઇ આવડે છે. છતાં પણ સંસ્કૃતનું અને સંસ્કૃતિનું પોતાનું એક આગવું મહત્વ છે.

બ્રહર્ષિ એવોર્ડી શ્રી વિજયશંકરજી પંડયાએ  મારૂ નામ વિજયશંકરના પિતાનું નામ દેવશંકર, દાદાનું નામ દયાશંકર. મારા દાદાએ મને કીધેલું કે હું સુતો છુ, તુ રામચરિત માનસ વાચ અને એવા દાદાની કૃપાથી હું અહીયા છું. એ મારી   કોઇ મહેનતનું ફળ હું માનતો નથી. આ જે કાંઇ થઇ રહ્યું એ પરમ પૂજય ભાઇશ્રીની કૃપાનું જ ફળ છે. ઉપર વિરાજમાન શ્રીહરિની કૃપાનું જ ફળ છે. તેમ જણાવેલ હતું.

સાંદીપની ગૌરવ એવોર્ડ પરમ પૂજય ભાઇશ્રી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પરમ પૂજય ભાઇશ્રી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો દેવર્ષિ વગેરે એવોર્ડીઓનું અને ચયન સમિતિ સમેત સૌ હરિભકિતોનું અભિવાદન થયું.

આપણે સ્વતંત્ર ભલે હોઇએ પરંતુ આપણે એકલા નથી સ્વતંત્રતા માટે બધા દેશોએ લડાઇઓ લડી છે. આ હેતુથી આપણે એકલા નથી. આપણે જે કપડા પહેરીઆ છે તેને  સીવવાળુ  પણ કોઇક છે. આવી રીતના પરમાત્મા સાથે આપણી પાર્ટનરશીપ ચાલે છે જેવી રીતે ભૂમિ ભગવાને આપી છે તે જોતવાનું કામ આપણું છે ખેતરમાં વાવવાનું કામ આપણું છે અને વરસાદ લાવવાનું કામ ભગવાનનું છે, આનાથી અનાજ ઉગે છે તે અનાજને દળવાનું અને પકવવાનું કામ આપણું છે એ અનાજને આપણે ખાઇએ તે પચાવવાનું કામ ભગવાન કરે છે. આવી રીતે પરમાત્મા સાથે પાર્ટનરશીપ ચાલે છે.

આ પાર્ટનરશીપમાં ચાલતું હોય પણ આમાં અપ્રમાણિકતા ન ચાલે ઓલા કાગડા અને કાબર જેવું ના થવું જોઇએ. આપણે ભણ્યા છીએ ને કે કાબર આવીને કાગડાને કહે તમે આવો 'ઠાગા ઠૈયા કરૂ છું ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઇ કાલ સવારે આવું છું' પછી પાક લેવાનું થાય અને કાબરબેન તેને બોલાવે ત્યારે દોડતો કાગડો આવે છે ને  મોટા ઢગલા પર જઇને બેસે આ મારો ઢગલો અને ડુહામાં અંદર વય જાય. એમ જે પ્રમાણીક રીતે મહેનત કરે એને તો સન્માન મળવાનું જ છે અને આવા પ્રમાણીક સમર્પિત વ્યકિતઓનું ભાવપૂજન કરવાનો આ ક્રમ છે.

સૌને જયશ્રી કૃષ્ણ...

આ સમારંભમાં ભાગ્યેશભાઇ ઝા, ડો. મોહનભાઇ પટેલ, પરમ પૂજય ભારતીબાપુ, પરમ પૂજય દેવપ્રસાદજી મહારાજ, ગીરીબાપુ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:52 pm IST)