Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દોઢસો વર્ષ પહેલાના ઇતિહાસનું ફરી પુનરાવર્તન કરી રહ્યા છે ગીરના સાવજો

અમરેલી તા.૨૨: એક સમયે ગીરનું જંગલ સિંહોનું છેલ્લું આશ્રય સ્થાન હતું અહી ૧૯મી સદીની શરૂઆતમાં સાવજોનો સફાયો લગભગ તમામ જગ્યાઓ પરથી થઇ ગયેલ અને ગીરના જંગલમાં જ માત્ર વેઢે ગણાય તેટલા સાવજો હોવાની વાત જુનાગઢ ના નવાબ જાન થઇ ગીર જુ જંગલ તે સમયે જુનાગઢ ને આધીન હતું. જુનાગઢ નવાબ દ્વારા સિંહો ના શિકાર  અર અને સિંહને હેરાન કરવા પર પ્રતિ બંધ મુકી વન્ય પ્રાણી ધારો લાગુ કરી સિંહોનું સંરક્ષણ કરવામાં આવ્યું બાદમાં આ ધારા હેઠળ સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો અને સિંહો દિન પ્રતિદિન તેના વસ્તારો તેની મેળે વધવા લાગ્યા જે ફળ સ્વરૂપ આજ સિંહોની સંખ્યા ૭૦૦ થી વધુ હોવાનો એક અંદાજ સેવાઇ રહ્યો છે ગીર સુધી સહિત રહેલા સિંહો હવે તેના મૂળ સ્થાનો જે વર્ષો પહેલા જે જગ્યા ઓ પર અસ્તિત્વ હતું ત્યાં ફરી પુનઃ સ્થાપિત સિંહો થઇ રહ્યા છે અહી ખાસ કરી અમરેલીનો રેવન્યુ વિસ્તાર ક્રિચ સાવરકુંડલા મીતીયાળા ખાંભા રાજુલા જાફરાબાદ વડાલ બીડથી લઇ છેક ધોળી કુઇથી જેસર રાહા ગાળા સહીતના વિસ્તારમાં સિંહો હાલ પુનઃ સ્થાપિત કુદરતી રીતે થયા છે.

અહીનું હવામાન પણ તેને માફક આવી ગયું છે જેમાં લીલીયાનો ખારાપાટ વિસ્તાર તો સંપૂર્ણ ખારો વિસ્તાર છે અહી નદી પાણી પણ ખારા અને ક્ષર યુકત છે છતાં અહી સાવજોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તેવીજ રીતે  રાજુલા જાફરાબાદના દરિયાના વિસ્તારમાં તો ૭૦ થી વધુ સાવજો હોવાનું અનુમાન છે જે સાવજો દરિયાના વિસ્તારમાં રહેવા હવે ટેવાઇ ચુકયા છે ત્યારે પર્યાવરણ વિર્દ ચિરાગભાઇ આચાર્યના જણાવ્યા અનુસાર ૧૮૧૪માં પાલનપુર ૧૮૩૦ માં અમદાવાદ ગ્રામ્ય ૧૮૩ર માં વડોદરા અને ૧૯૮૧ માં છેલ્લો સિંહ આબુ તેમજ બનાસકાંઠામાં હોવાનો ઉલ્લેખ બ્લ્ેન્ફરોડે પોતાના એક પુસ્તકમાં નોંધ્યો છે ત્યારે આજની આ તમામ જગ્યા પર સાવજો છે તે તમામ જગ્યાઓ પર સૌ વર્ષ પહેલા સાવજો હતા જ હવે એફી આજ સાવજોની તેની મુળ જગ્યાઓ પર પાછા ફર્યાછે. ત્યારે સિંહોની વસ્તી વારો વન વિભાગની સો ટકા સરક્ષણનુ સારી કામગીરી સુચવે છ.ે

સિંહોના મૃત્યુ દર કરતા સિંહોનો જન્મ દર ઉંચો છે જે વન વિભાગની તકેદારી અને સિંહ સરક્ષણની સારી કામગીરીને આભારી છે ત્યારે ગીરના જંગલના રાજાઓ હવે દરીયાના રાજા પણ બની ચુકયા છે અને ફરી પોતાના વડવાઓના આઠાય સ્થાનમાં એક દોઢ સદી પછી પુન સ્થાપિત થયા છે તે નરી વાસ્તવીકતા છે.

(3:51 pm IST)