Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આલે...લે..મોટરકાર ચોરી તો તેમા ઇંધણ પુરૂ થઇ ગ્યું: રેઢી મુકી બાઇક ચોરીને નાઠા

લીંબડીના ખંભલાવ ગામેથી ઉઠાવગીરોએ કાર ચોરી અને બાજરડા પહોંચતા ગેસ ખુટયો તો ત્યાંથી મોટર સાયકલ ઉઠાવ્યું

 વઢવાણ તા. રર : લીંબડી તાલુકામાં ફીલ્મ ઢબે મોટરકાર અને બાઇક ચોરીનો કીસ્સો બહાર આવ્યો છે.લીંબડીના ખંભલાવ ગામે તસ્કારોની ગેંગ ત્રાટકી હતી તેમા બસ સ્ટેન્ડ પાસે રહેતા ભાગવતભાઇ ઘનશ્યામદાસ વૈષ્ણવના ઉતારામાં કાર તસ્કરો છે ધકકા મારીને રસ્તા પર લાવીને આતરીને કારે ચાલુ કરી નાસી છુટયા હતા સવારે ભાગવતભાઇ ઉતારે ગયા ત્યારે તમને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી તેઓ ફરીયાદ દાખલ કરવા જાય તે પહેલા ધંધુકા તાલકુાના બાજરડા ગામેથી કોઇ અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો કે તમારા કાર અમારા ગામમાં પડી છે. ભાગવણભાઇ અને તેમના મિત્રો બાજરડા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી તેમની કાર ઉઠાવી તસ્કરો બાજરડા પહોંચ્યા પરંતુ કારમાં સી.એન.જી. ખુટી જતા ત્યાં મુકીને બાજરડાથી કોઇ વ્યીકતના ઘરેથી મોટાસાયકલ ઉઠાવીને નાસી છુટયા હતા.

પાણશીણામાં ચોરીનો પ્રયાસ

પાણશીણા ગામે કૌશલ્ય વર્ધન તાલુકા કેન્દ્રમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરથી ટેબલ, ખુરશી, કાગળ સિવાય કશુ નહી મળતા લીલમોડે તસ્કરોએ જવુ઼ પડયું હતું.

(3:51 pm IST)