Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જસદણ-વીંછીયા તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા આશા બહેનો માટે સંમેલન યોજાયું

જસદણ તા.૨૨ : જસદણ અને વીંછીયા તાલુકાના આરોગ્ય અને પરિવાર : કલ્યાણ વિભાગ રાજકોટ અને જસદણ-વીંછીયા તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા બંન્ને તાલુકાના તમામ આશાબહેનોનું આશા સંમેલનનું આયોજન કરવામાં આવેલ.

આ આશા સંમેલનમાં જસદણ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે.રામ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જી.કે.પરમાર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી(ઇન્ચાર્જ) ડો.મિતેષ ભંડેરી અને ટીમ સહિત આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

આ આશાબહેનોના સંમેલનમાં આયોજકનાં આમંત્રણને માન આપી રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા,જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ મનસુખભાઇ જાદવ,વીંછીયા તાલુકા પંચાયતના પ્રમુખ ચોથાભાઈ ભડાનીયા, બાંધકામ સમિતિના ચેરમેન કાળુભાઇ તલાવડીયા, જસદણ શહેર કાઙ્ખંગ્રેસ મીડિયા આઈ ટી સેલ પ્રમુખ રવિ જીવાણી સહિતના આગેવાનો આ આશા સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ આ આગેવાનોનું આશા સંમેલનનાં પદાધિકારીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ સંમેલનમાં કે જેમાં આરોગ્યને લાગતી તમામ કામગીરી જેવી કે કુટુંબ કલ્યાણ, ઓપરેશન, બાળ રસીકરણ, કોપસ્ટી જેવી કામગીરી ધ્યાને લઇ તાલુકાના આશાબહેનોની સૌથી સારી કામગીરી કરનાર(૧૫) આશા બહેનો તથા આશા ફેસિલિટેટર(૧૪) એમ કુલ મળીને ૨૯ બહેનોનું સર્ટિફિકેટ અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં.

તેમજ ટી.બી જેવી ઘાતક બીમારીને જડમૂળથી નાથવા માટેનાં પ્રોગ્રામને સફળ બનાવવા બદલ તેમજ આરોગ્યની અન્ય પ્રવૃત્ત્િ।ઓમાં કાર્યરત હોય તેવી ફેસિલિટેટર બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા તમામ આશાબહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ આશા સંમેલન ને જસદણ તાલુકા ના સુપરવાઈઝર પીયૂષભાઈ શુકલ એ કાર્યક્રમ ને આખરીઓપ આપ્યો હતો.(૨૩.૪)

(12:47 pm IST)