Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જસદણઃ ઇંગ્લીસ દારૂ સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

જસદણ તા.૨૨: અત્રે ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ આરોપી સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

આ અંગેની વિગત એવી છે કે તા.૧૬-૩-૧૬ના રોજ ૦૦-૩૦ વાગ્યા ના સુમારે પોલાર પર રોડ ઉપર ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે જૂનાગઢના અજય હીરા ડાંગર પાસ પરમીટ વગર મળી આવતા એ.એસ.આઇ. જસદણ વરજાંગભાઇએ પુરતો પુરાવો હોવાથી પ્રોહીબીશન એકટની કલમ ૬૬(૧) બી ૬૫ એ.ઇ. ૧૧૬ વિગેરે મુજબનો ગુનો દાખલ કરેલ અને આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ હતુ.

આરોપીના એડવોકેટ શ્રી એન.ડી.રાઠોડે દલીલોમાં જણાવેલ કે બનાવવાની જગ્યા જાહેર રોડ છે. મકાનો દુકાનો આવેલ છે. અંગ ઝડતી માંથી કોઇ મુદામાલ પકડાયેલ નથી. ફરિયાદમાં તહોમતદારનું નામ નથી સ્વતંત્ર તથા તટસ્થ સાક્ષીઓ મળી શકયા હોત, ફરિયાદને સમર્થન મળતુ નથી. જેથી નિર્દોષ છોડી મુકવા દલીલો કરેલ જે માન્ય રાખી કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે

આ કામે આરોપી અજય હીરા ડાંગર જૂનાગઢ વાળાના વકીલ તરીકે એન.ડી.રાઠોડ, વિજય પરમાર વકીલ બચાવ પક્ષે રોકાયા હતા.(૧.૭)

 

(12:46 pm IST)