Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ટંકારાનાં ભૂતકોટડામાં સર્વરોગ નિદાન કેમ્પ સંપન્નઃ ૮૫૦ દર્દીઓએ લાભ લીધો

ટંકારા, તા. ૨૨ :. તાલુકાના અને મોરબી-રાજકોટ હાઈવે રોડ ઉપર આવેલ ભૂતકોટડા ગામે શ્રી દેવદયા એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભૂતકોટડા સંચાલિત શ્રી પોપટભાઈ ભીમજીભાઈ માંડવિયા હોસ્પીટલના સ્થાપનાને એક વર્ષ પુરૂ થતા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ.

ભૂતકોટડાના હાડવૈદ અરવિંદભાઈ માંડવીયા તથા વસંતભાઈ માંડવીયા દ્વારા આ કેમ્પનું આયોજન તથા સંચાલન કરાયેલ. નિદાન કેમ્પનું દિપ પ્રાગટય માતુશ્રી મંજુલાબેન પોપટભાઈના હસ્તે કરાયેલ.

આ નિદાન કેમ્પમાં બાળરોગ નિષ્ણાત ડો. દિનેશભાઈ પટેલ-મોરબી, ડો. રાજેશ પાનખણીયા-રાજકોટ, નાક, કાન, ગળાના ડો. ઉમંગ શુકલા, ડો. ડેનીસ આરદેશણા-રાજકોટ, મગજ તેમજ કરોડરજ્જુ નિષ્ણાંત ડો. રાજેન્દ્ર ત્રિવેદી-રાજકોટ, સ્ત્રીરોગ નિષ્ણાત ડો. જુગ્નુઅલી બૈથા-રાજકોટ, ડો. તેજસ પટેલ-મોરબી, હૃદયરોગ નિષ્ણાત ડો. પી.એન. આશર-મોરબી, ડો. સાજીદ પસાલિયા-રાજકોટ, પેશાબ તથા કિડનીના નિષ્ણાંત ડો. જયેશ મહેતા, હાડકાના સર્જરીના ડો. વિનોદ કૈલા, ડો. નિલશ્યામ ગોહિલ-રાજકોટ તથા જનરલ સર્જરીમાં ડો. પ્રતાપસિંહ જાડેજા વિગેરેએ સેવા આપેલ. રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક સોસાયટીના સહકારથી રકતદાન કેમ્પ યોજાયેલ. તેમા બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કરેલ.

દર્દીઓના લેબોરેટરી રીપોર્ટ તથા દવાઓ વિનામૂલ્યે અપાયેલ. આ કેમ્પનો ૮૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધેલ. માંડવીયા હોસ્પીટલમાં હાડકા તથા અન્ય રોગોના જરૂરીયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે સારવાર તથા ભોજન અપાય છે.(૨-૧૩)

(12:45 pm IST)