Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દાઉદ - હાફીસ સઇદ મામલે પાકિસ્તાન સાથે ફીકસીંગઃ પીએમ મોદી સામે જીજ્ઞેશ મેવાણીના પ્રહારો

મોરબી જિલ્લા દલિત સમાજ દ્વારા ધારાસભ્ય મેવાણીનો સન્માન સમારોહ યોજાયો

મોરબી તા. ૨૨ : અહીં ખાતે જિલ્લા દલિત સમાજ દ્વારા વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સન્માન સમારોહ યોજાઇ ગયો. જેમાં તેઓએ પી.એમ. મોદી ઉપર આકરા પ્રહારો કરી પાકિસ્તાન સાથે ફીકસીંગ હોવાના આક્ષેપો કર્યા હતા.

દલિત સમાજની વાડી ખાતે આયોજિત સમારોહમાં જીજ્ઞેશ મેવાણીએ જાહેરસભાને સંબોધન કરીને ભાજપ અને પીએમ મોદી પર સીધા પ્રહારો કરતા જણાવેલ કે, 'જીજ્ઞેશ મેવાણીએ દેશની સમસ્યા ઉપરાંત પીએમ મોદીને તેના ચુંટણીના વચનો યાદ અપાવ્યા હતા કે દાઉદ અને હાફીઝ સઈદને કેમ પકડવામાં આવતા નથી દેશભકિત અને ૫૬ ઇંચની છાતી સાબિત કરી બતાવો તેમ કહીને પાકિસ્તાન સાથે ફિકિસંગ હોવાના આક્ષેપો કર્યા હતા.'

આ તકે ધારાસભ્ય અને દલિત નેતા એવા જીજ્ઞેશ મોરબી જીલ્લા પાસ ટીમ દ્વારા પણ જીજ્ઞેશ મેવાણીનું સન્માન કરાયું હતું તો સન્માન બાદ જીજ્ઞેશ મેવાણીએ જાહેરસભાને સંબોધન કર્યું હતું જેમાં તેને કર્નાટક ભાજપ નેતા હેગડેએ દલિતો વિષે કરેલી ટીપ્પણી અંગે ઉગ્ર વિરોધ વ્યકત કરીને ભાજપ નેતા સામે ગુન્હો ના નોંધાય તો ઘેરા પ્રત્યાઘાતની ચીમકી આપી હતી. તો પીએમના સ્વચ્છતા અભિયાન પર પ્રહાર કરી જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનના નામે દલિતોની હાંસી ઉડાવાય છે ત્યારે ગુજરાતની તમામ ૧૬૦ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ એકજુટ થઈને અચોકસ્સ મુદતનું આંદોલન કરી હડતાલ પાડે જેથી શોષણ અટકે, તો તે વડગામના ધારાસભ્ય છે પરંતુ સમગ્ર ગુજરાતના શોષિત અને વંચિતનો અવાજ વિધાનસભામાં ઉઠાવશે તેમ પણ જણાવ્યું હતું તો પીએમ સામે સીધા સવાલો કર્યા હતા કે પાર્લામેન્ટ સ્ટ્રીટ પરથી તેને પીએમને સવાલ કર્યો હતો કે એક હાથમાં મનુસ્મૃતિ છે અને એક હાથમાં બંધારણ હવે પીએમ કોના આધારે દેશ ચલાવવા ઈચ્છે છે તે જવાબ આપ્યો નથી ત્યારે આ મામલે દેશના અનેક રાજયોમાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે આમ મેવાણીએ પીએમ અને ભાજપ સામે પ્રહારો કર્યા હતા.(૨૧.૧૩)

(12:04 pm IST)