Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પોરબંદરના સામાજિક આર્થિક શૈક્ષણીક વિકાસમાં ધીમી ગતિ

પ્રાચીન અસ્મિતા નગરી તરીકે ગણનાઃ ખનીજ સહિત કુદરતી સંપતીથી ભરપુર પ્રદેશઃ વિશ્વના દેશ સાથે વર્ષો જૂનો જળ વ્યવહાર

 પોરબંદર તા. રરઃ.. પોરબંદરની ગણના પ્રાચીન નગર તરીકે કરવામાં આવે છે. જોઇએ તો શ્રી કૃષ્ણ યુગથી અસ્તીત્વ ધરાવેછે. તે ઉલ્લેખ ધર્મશસ્ત્રો જોવા અને વાંચવાથી મળી રહે છે.

 

શ્રી કૃષ્ણયુગથી અસ્તીત્વ પૂર્વે રામાયણ કાળથી પોરબંદરનું અસ્તીત્વ હોવાનું પણ મનાય જે તે સમયે અસ્મીત નગરથી જાણીતું હશે... રામાયણ કાળનું અસ્તીત્વ પોરબંદર - અસ્મીત નગરનું માનવા  અબળ કારણ રહે છે. કારણ કે, માતા સીતાનું આપહરણ થયેલ મર્યાદા પુરૂષોતમ શ્રીરામ - લક્ષ્મણ વન-વનમાં શોધ કરતાં હતાં ત્યારે જાંબુવન નામના યોધ્ધાએ મદદ કરી. યુધ્ધ સમય દરમ્યાન જાંબુ વને પણ મહત્વની ભૂમિકા ભજવેલ યુધ્ધની સમાપ્તી બાદ યોધ્ધાઓ અને મદદ કરનારને મર્યાદા શ્રી પુરૂષોતમ - રામચંદ્રજીએ માતા સીતાએ કાંઇને કાંઇ ઉપહાર ભેરમાં આવેલ. જાંબુ વન યોધ્ધો હોય અને તેને મલ્લી યુધ્ધની  માંગણી કરી મલ્લ યુધ્ધમાં હરાળી શકે તેવો કોઇ યોધ્ધો ન હતો. પરંતુ શ્રીરામે જાંબુવનને અભય વચન આપેલ કે પુર્ણ સોળ અંશ  અવતાર શ્રીકૃષ્ણ અવતારમાં તેઓ તેમની  સાથે યુધ્ધ કરી હરાવશે.

પ્રાચીન નગરીનું મુળ નામ શ્રી સુદામાપુરી તેનું અપભ્રંશ થતાં સુદામાપુરી થયું શ્રી કૃષ્ણ બાળ મિત્ર ગુરૂભાઇ તરીકે કલીયુગમાં ખ્યાતિ ઓળખ ધરાવે છે. હાલ પોરબંદર (સુદામાપુરી) થી ઓળખી ધરાવે છે. ઉજ્જૈન નગરીમાં  બાળા અવસ્થા દરમ્યાન શ્રીકૃષ્ણની સાથે વિદ્યાભ્યાસ સાંદીપન્ની ઋષિને ત્યાં કર્યો. વનમાં લાકડા વિણવા જાય છે. મેઘરાજ અનહદ વરસે છે. ભુલા પડે છે. ગુરૂમાના ભુખ લાગે તો વનમાં ખાવા માટે ચણા આપેલ. તે ચણા  છૂપી રીતે પોટલીમાંથી કાઢી સુદામામાં આરોગી જાય છે. ભુખ સંતોષે છે. ગુરૂભાઇ શ્રી કૃષ્ણને કહેતા નથી. દારિદ્રતા-દરિદ્રતા બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે, પોરબંદર આસપાસનો વિસ્તાર ખનીજ સમૃધ્ધી ભરપુર છે. પથ્થરો (અસ્મતી)થી ભરપુર જે કાચું સોનું ગણાય છે. બિલ્ડીંગ સ્ટોન લાઇમ સ્ટોન  કેમીકલ્સમાં વપરાતો ચોક - ખડી  વિગેરેની સમૃધ્ધથી ભરપુર છે. તેમજ પશુપાલનનો ઉચ્છેર જેના કારણે પોરબંદરનું ઘી પ્રખ્યાત છે.

પોરબંદરના ઇષ્ટદેવ મુળ પુરૂષ વંશ - હનુમાનજી વંશ તેમના પુત્ર મકરધ્વજનો વંશ છે. આ વંશ જેઠવા વંશ તરીકે ઓળખ ધરાવે છે. અહીંના રાજવીની બીજી ઓળખ રાણાની છે. ભારતમાં બે રાજવીની ઓળખ રાણાની છે. પ્રથમ પોરબંદરના રાજવીને રાણાથી ઓળખવામાં આવે છે. સંબોધન રાણા સાહેબથી આપી બીજા રાજવી- રાજસ્થાન - મારવાડ-ઉદેમપુરના રાજવીની પણ ઓળખ રાણાની છે.

વર્તમાન સ્થિતીએ પોરબંદર સી ૩ વર્ગમાં આવતું હોય પણ અહીં ભારતના લગભગ તેંત્રીસ રાજયોના નાગરીકો તેનો પરિવાર બંધુતત્વ અને ભાઇચારાની ભાવના સંસ્કૃતિ મુજબનો વસવાટ કરી કર્મભુમિ બનાવેલ છે. જે પરિવાર સ્થાયી થયેલ છે તે પરિવારની વંશ વૃધ્ધી પોરબંદર જન્મ ભૂમિ બની છે.

સને ૧૯૪૭ ની સાલમાં તા. ૧૪ ઓગષ્ટના ભારતના બે વિભાગ થયા અને  પાકિસ્તાનનો જન્મ થયો તેમજ તા. ૧પ ઓગસ્ટના મધ્ય રાત્રીના ભારત સ્વતંત્ર થયું ભારત માતાની ગુલામીની બેડા તૂરી સામસામી હિજરત શરૂ થઇ  સ્વતંત્રતા મળતાં પાકિસ્તાનમાંથી આવેલ લોકો નિરાશ્રીત તરીકે ઓળખાય છે. મોટો ભાગ સિધિમાંથી આવતાં વસવાટ કરતાં તેમની ઓળખ સિંધી તરીકે રહી ઘણું કરીને લોહાણા વસાહત સૌરાષ્ટ્રમાં વસેલ છે.

પોરબંદર નાનું શહેર-બરડાનું પાટનગર એક સમૃધ્ધ રાજયનીગણનામાં હતું ગણાય છે. સૌરાષ્ટ્રનું ઉદ્યોગ ક્ષેત્રે માનચેસ્ટર ગણાતું છે. આજના રાજકારણીઓ સૌરાષ્ટ્રના માનચેસ્ટર ના નકશામાંથી પોતાના સ્વાર્થ ખાતર કાઢી નાખી અન્યાય કર્યો છે. સમૃધ્ધના શિખર પોરબંદર રાજયમાં એસીયાભરનો સર્વેશ્રષ્ઠ ખનીજ સંપતિ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ પોરબંદરમાં સર્વ પ્રથમ એ.સી.સી. (એસોસીએટ સિમેન્ટ કંપની) ના નામથી સ્થાયેલ. ભારતમાં નહીં પણ એસીયામાં સર્વ પ્રથમ, કાપડ ઉદ્યોગ, વનસ્પતી ઉદ્યોગ, જીનીંગ ફેકટરીઓ, ઓઇલ મીલ, માચીસ (બાકસ) ખનીજ સંપતિ ઉદ્યોગ, એશીયાનો સર્વે શ્રેષ્ઠ પ્રથમ વર્ગનો મીઠા (સોલ્ટ) ઉદ્યોગ, હોઝીયરી ઉદ્યોગ, ભારતભરમાં સર્વપ્રથમ સફેદ સિમેન્ટનું ઉત્પાદન પણ પોરબંદરની ખારવાવાડમાં ખાડી કાંઠે આવેલ જૂની એ.સી.સી. એ શરૂ કરેલ હાલ માત્ર યાદી જ રહી છે. સિમેન્ટ ઉદ્યોગની પોરબંદર તળપદ છાયા સમાવિષ્ટ થઇ કરાયેલ. એ.સી. સી.ની હતી. ત્યારબાદ એચ. એમ. પી. સિમેન્ટ તરીકે જાણીતી બનેલ. હાલ શૂન્ય બની ખંઢેરમાં ફેરવાણી છે.

નવી એસીસી (એચ. એમ. પી.) ફેકટરીના કામદારોનો હકક હિસ્સા મળેલનથી.વિવાદીત છે. કોર્ટમાં કેસ ચાલે છે.

પોરબંદર શિક્ષીત માતા સરસ્વતીનું એક યાત્રાધામ ગણાય છે. પરંતુ સ્થાપિત હીતો તેને પણ મુરઝાવા મેદાન પડેલ છે. ભારતની સ્વતંત્રતા બાદ જોઇએ તો સને ૧૯પ૬ માં સૌરષ્ટ્ર કેમીકલ્સ(બીરલા વર્તમાન નિરમા) પ્રા. લી. ઓરીયન્ટ એબ્રેસીવ, રાણાવાવ-સૌરાષ્ટ્ર સિમેન્ટ (મહેતા ગ્રુપ) પ્રા. લી. પચાસ ટકા નહિવત. ઉત્પાદન કરતાં લઘુ ઉદ્યોગો, બે જીઆઇડીસી હોવા છતાં વિકસીત નથી. જેવી સ્થિતિ છે.

પોરબંદરમાં જળ વહેવાર અતિ પ્રાચીન પુરાણો સદીનો દેશ-વિદેશ સાથે વ્યાપાર ઉદ્યોગથી જોડાયેલ છે. તેને મુરઝાવી નાખવામાં આવે છે. વિકાસ નામે પોરબંદરના જેઠવા  વંશ રાજવી સ્વ. રાણા બાષ્કલદેવ (બુખ્યાજી) એ તા. ૬-૮-૯૯૦ શ્રાવણ સુદ ૧પ  અસ્માવતી ધાટે પોરબંદર નામકરણ કરી તોરણ બાંધી ખુલ્લો મુકેલ જે હજુ સુધી ડચકા ખાતો કાર્યરત હૈયાત યાને જીવંત રહ્યો છે. વહાણપરા ઉદ્યોગનો  વિકાસ વર્તમાન  પ્રગતિ કરતો મત્સ્ય ઉદ્યોગ વિકસીત બની મુરઝાય રહ્યો છે.

પોરબંદર-જળ માર્ગે દરિયાઇ માર્ગે આકાશથી પણ સંકળાયેલ અને જોડાયેલ છે. રેલ્વે વહેવારથી પણ જોડાયેલ. પરંતુ માફીયાઓએ રાજકારણીઓએ ગતકડાઓ કરી મુરઝાવી દીધેલ છે. ગુડઝ ટ્રાફીક તેની આવકનો મોટો ફટકો સ્થાપિત હીતોએ આપેલ છે ત્યારે આ વેદતાકે સંસ્કૃતિને કોણ સમજશે...! (પ-૮)

(12:02 pm IST)