Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

શંકરની પુજા કરનારને મૃત્યુની પીડા થતી નથીઃ ગીરીબાપુ

પોરબંદરમાં ગીરીબાપુની કથામાં છઠ્ઠા દિવસે મહાદેવજીના પૂજાનું વર્ણનઃ કથામાં ૧૫ હજારથી વધુ ભાવિકો

પોરબંદર તા. ૨૨ : શિવકથામાં ગીરીબાપુએ કથાના છઠ્ઠા દિવસેઙ્ગ કથાના રસપાન કરાવતાઙ્ગજણાવેલ કે, શિવજીનો મહિમા વર્ણવે છે. જેમાં બ્રહ્માઙ્ગ નારદજીને મહાદેવ જીની પૂજાનું વર્ણન કરે છે ભગવાન મહાદેવ ને કમળ પુષ્પ બિલ્વપત્ર ચડાવવા થી મહાદેવને પૂજન કરવાથી પરિવાનું કયાં કરતી લક્ષ્મીઙ્ગ મળે છે સારા વિચારો મળે છે સારી દિશા મળે છે પરિવારનું કલ્યાણ કરવાની દિશા મળે છે અડધો રોટલો મળે તો પ્રેમ થી ખાઈ લેવો હરામ નો રોટલો જિંદગી માં ના ખાવો ,કોઈ પાસેથી છીનવેલ રોટલો પોતાના જીવન ને તો બરબાદ કરે છે પણ સંતાનોને પણ હેરાન કરે છે શિવ સાધના પરિવારનું કલ્યાણ કરે છે. લક્ષ્મી ભગવાન શિવજી ની સાધના થી પેઢીઓ ને પેઢીઓ સુધી મળે છે રાવણ પાસે શિવની સાધના થી મેળવેલ હતું. સુંદર સૂત્ર છે માણસને સળગાવ્યા બાદ તો અનેક લોકો બેસવા જાય સાચો માણસ એ છે જે અંદર થી સળગતા માણસ પાસે બેસવા જાય, પુષ્પ ઓષધીઙ્ગછે મહાદેવને ધતુરાના પુષ્પ અર્પણ કરવા, મહાદેવ ને તુલસી પત્ર ના ચડાવવા એવી વાતો ઘણા લોકો કરે છે પરંતુ બિલ્વ પાત્રની જેમ મહાદેવને તુલસી પત્ર ચડાવી શકાય છે જેનાથી પ્રભાવ વધે છે અર્ક પુષ્પ સૂર્ય મુખીના પુષ્પ પણ ચડાવી શકાયઙ્ગ અનેઙ્ગ કરેણના પુષ્પ પણ મહાદેવ ને વહાલા છે કોઈપણ પુષ્પ ચડાવી શકાય ગામડાઓમાં શિવાલયમાં કરેણના ઝાડ હોય છે બ્રહ્માજીએ કહ્યું છે આકડાના પુષ્પો ચડાવવાથી પણ મહાદેવને ચડાવી શકાય છેઙ્ગ મહાદેવને પુષ્પ શણગાર કરવાનો મહિમા છે.

જે માણસ પોતાના જાત થીઙ્ગ કેસરયુકત ચંદન ઘસે અને મહાદેવને ચંદન નો લેપ કરે તેને ઇન્દ્ર પણ હરાવી ના શકે મહાદેવની સેવા માટે અનેક ભકતો શિવાલયોમાં આવતા હોય છે શિવાલયની સેવાથી પણ અધિક ફળ મળે છે પુષ્પ પૂજા બાદ ધાન્ય પૂજાઙ્ગ થાય છે કોઈ એક ધાન્ય થી ચાવલ હોય તો ચાવલ થી પુરા ઢાંકી દઇ પૂજા કરવી અને પૂજા કર્યા બાદ તે બધા ચાવલ નો પ્રસાદ આપવો મહાદેવ ને જે કઈ વસ્તુ અર્પણ કરીયે તે અખંડ હોય છે શ્રીફળ અખંડ હોય છે અખંડ પરિવાર રહે છે જેઙ્ગ લિંગ દૂરથી અર્પણ કરવા પીઠ પર કદી ના મકવા શિવની પૂજાનો અનેરો મહિમા છે કેવા ધાન્ય થી કયુ ફળ મળે એ પણ વિશેસ છે મહાદેવ ને ઘી ની ધારા કરવામાં આવે તો તેનો વંશ માં વૃદ્ઘિ થાય છે દક્ષિણ ભારતમાં શિવજી પરંપરા જળવાઈ છે ખડી પીઠ હોય છે જેમાં શિવ જી ને ધારા પૂજા (વસ્તુની ધારા ) દૂધની ધારા, દૂધમાં સાકર ભેળવી અને ઘીની ધારા, ફૂલો નો રસ, શેરડીનો રસ તેમ અલગ ધારાનું ફળ મળે છે બ્રહ્માજી કહે છે માત્ર તમામઙ્ગ ધારાઓનું ફળ ગંગાજળની ધારા કરવાથી મળે છે મહાદેવની પૂજા બાદ ૧૧ બ્રાહ્મણ ને ભોજન કરાવવા માં આવે છે ભોજનનો મહિમા છે જે માણસને જમાડતા આવડી જાય તેના આંગણે કોઈ દી જમ ના આવે.

રાજાઓ શંકર ભગવાનની પૂજા ઠાઠમાઠથી કરતા સોમનાથનો શણગાર સોના મહોરોથી કરતા વિષ્ણુજીએ કહેલું છે શિવજીને તિરસ્કાર શબ્દ જ નથીઙ્ગ શંકર ને હળદરનો લેપ કરવામાં આવે છે.

કેસર યુકત ચંદન કુમ કુમ, ભસ્મનાઙ્ગત્રિપુન્ડથી પણ પૂજા થાય છે ભસ્મ ના હોય તો માટીના તિલકથી પણ થાય કોઈ પૂજાની સામગ્રી ના હોય તો મન થી શિવજીની પૂજા થાય છે. કૈલાશ માનસરોવરનું જળ પણ શિવજીને ચડાવવા માં આવે છેઙ્ગ

અવસર મળે તો શિવજીને ખીરનું નિવેદ ચડાવી શકાય છે સુંદર ખીર મહાદેવના ભકતોને પ્રસાદ સ્વરૂપે આપી શકાયઙ્ગ ફળોમાં રંભા ફળ ખુબ જ વહાલા રંભા ફળ સવારે ખાવાથી ફાયદો થાય છે રંભાફળ કુદરતનો શ્રેષ્ઠ ફળ છે રંભા ફળ એટલે કેળા મહાદેવ ને પ્રિય છે શિવાલયમાં કેળા અર્પણ કરીશકાય છેઙ્ગ શંકરની પૂજા કરે તેને મૃત્યુની પીડા થતી નથી શિવ ભકત પોતાના શરીરનો ત્યાગ કરે ત્યારે બ્રહ્મા બોલે છેઙ્ગ શિવાજી વિમાન મોકલે છેઙ્ગ સૂર્યના કિરણોથી પણ ઝડપી ગતિથી આવે છેઙ્ગઅને ત્યાં પણ રૂદ્ર કન્યાઓ દ્વારા સંગીત વાદ્યો સાથે સ્વાગત થાય છે શિવની ભકિત કરે તે તુલસી કહે છે દુનિયાના દરેક વરદાન આપનાર મહાદેવ છે ઈચ્છીત ફળ મેળવવા શંકર નું દ્વાર ખટ ખટાવવું પડે આથી ભગવાન સહકાર આપણો પ્રારંભ છે મહાપ્રલય સુધી જીવ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેઙ્ગ છેઙ્ગ અને પરમગતિને પ્રાપ્ત થાય છે બ્રહ્માજી એક સમયે દરેક દેવતાઓને લઇ વિષ્ણુ ભગવાન પાસે ગયા સમૂહને મળવા આવેલ જોઈને ઉભા થઈને સત્કાર કર્યો આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ અતિથિ આવે તેનો સત્કાર કરવો આપણા વડીલો બ્રાહ્મણો સાધુ સંતની સમકક્ષ બેસવું નહિ આયુ ઘટી જાય છે નીચા બેસીયે તો આયુમાં વૃદ્ઘિ થાય છે મોટામાંમોટી કળા જીવન જીવવાની કળાઙ્ગ છે વિષ્ણુએ કહ્યું શું સેવા કરી શકું દેવતાઓએ જણાવ્યું દેવતાઓને સામ્રાજય વૈભવ મળ્યું છે તે નિત્ય કેવીઙ્ગ રીતે રહી શકે ? ત્યારે વિષ્ણુજી કહે છે મળેલ વૈભવ સામ્રાજય સુખ જાળવી રાખવું હોય તોઙ્ગઙ્ગ

શંકરનું ભજન કરો, જે રાજાએઙ્ગ તેને સાધુઓ, બ્રાહ્મણો સજ્જન, વિદ્વાન માણસ, બાળકો, ગાયોનો આદર કરવોઙ્ગ મળેલ સુખ મળેલ વૈભવ તમને નિત્ય રહેશે અને મંગળ છે જેના ચિત્તમાં મનમાં વાણીમાં શંકર વસેલા છે તેના જીવનમાં શાંતિ રહે છે પોરબંદરમાં યોજાયેલ કથામાં ૧૫૦૦૦ થી પણ વધુ શ્રોતાજનો કથાનું રસપાન કરી રહ્યા છે ત્યારે આ કથામાં મળેલ દાનની રકમ ગોરસર ગમેઙ્ગ આવેલ મામા પાગલ આશ્રમમાં દાનમાં આપવામાં આવી રહી છે તો મોટા પ્રમાણ માં લોકો એ દાનની સરવાણી વહાવી છે.(૨૧.૧૪)

(12:01 pm IST)