Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કોળી સમાજ વિશે અભદ્ર ભાષા બોલનાર મનુભાઇ સામે તાત્કાલીક ધોરણે પગલા લ્યો

વોટસઅપ અને સોશ્યલ મીડિયામાં અભદ્ર શબ્દો વહેતા મુકેલાઃ પોલીસને આવેદન

કોડીનાર તા. રર :.. સોશ્યલ મીડીયામાં કોળી સમાજ વિશે અભદ્ર ભાષા બોલનાર માંગરોળનાં શખ્સ સામે કડક પગલા ભરવાની માગ સાથે કોડીનાર તાલુકા સમસ્ત કોળી સમાજે  કોડીનારના પી. આઇ. ને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ માંગરોળ તાલુકાના વતની મનુભાઇ દરબારી વોટસએપ અને સોશ્યલ મીડિયામાં  કોળી સમાજ તથા કોળી સમાજની બહેન દિકરીઓ ઉપર અભદ્ર શબ્દો ભાષા બોલી તેનો વિડીયો ઉતારી વાયરલ કરી કોળી સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે.

આ શખ્સ દ્વારા કોળી સમાજની માનસીક રીતે ઠેસ પહોંચાડવાના બદ ઇરાદાથી અવારનવાર આવા વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોળી સમાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા મનુભાઇ દરબાર સામે તાત્કાલીક ગુનો નોંધી કાયદેસરના પગલા ભરવા અંતમાં જણાવાયું છે. (પ-૧૧)

(11:59 am IST)