Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

હિમાલય માણવા માટે છે જોવા માટે નથી. પૂ. આત્માનંદજી

ખાતે ગુજરાતના ૧૧૧ કૈલાસયાત્રીઓનું સન્માન

ભાવનગર તા. રર : તળાજા નદીના તટે સાંઇ મંદિર ખાતે કૈલાસમાનસરોવરની અલૌકીક યાત્રાએ જઇ આવેલ તળાજા, ભાવનગર જીલ્લા સહીત અમદાવાદ, ગુજરાતના ૧૧૧ વ્યકિતઓને મોટાગોપનાથ જગ્યાના મહંત આત્માનંદ સરસવતીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. આ અવસરે યાત્રીઓએ પોતાને મળેલ ચમત્કારતી વાતો કરી હતી. મહંતશ્રીએ પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપ્યું હતું.

જીવ અને શિવની સાજ્ઞાત અનુભુતી થાય છે. તેવી કૈલાસ માનસરોવરનીયાત્રા, હીમાલય પર્વતએ માણવા માટે છે માત્ર જોવા માટે નથી. આ શબ્દો છે. જાણીતા ધર્મજ્ઞ વકતા આત્માનંદજી સરસ્વતીના તેઓએ તળાજા સાંઇમંદિરના સંચાલકો દ્વારા યોજેલ કૈલાસયાત્રીઓને સન્માતવાના અવરે વધુમાં જણાવ્યું હતું કે મરી જઇશુ તેના કરતા તરી જઇશું તેવી ભાવનાથી પરમાત્મા ઉપર શ્રધ્ધા રાખી યાત્રા કરવી જોઇએ.

સંસ્કાર વગરનું જીવન બેકાર છે તેમ કહી આ દેશમાં માઇન્ડ પાવરની તાતી જરૂર છે તેમ જણાવ્યું હતું. સાત્વીક ખોરાક ખાવાથી તંદુરસ્ત જીવન જીવી શકાય છે. પાણી પુરી, ભુંગળા-બટેટા કયારેય ખાધા નથી તેવો સંદેશ આપ્યો હતો.

અમદાવાદના કમલેશ પટેલ એ પત્ની સાથે સાત વખત યાત્રા કરી હોય તેઓ ખાસ અમદાવાદથી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શિવતાંડવ અને શિવધુનથી વાતાવરણને વધુ ધર્મમય બનાવી દીધેલ.

આયોજક લાલજીભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે તળાજા, ભાવનગર સહીત ગુજરાતના ૧૧૧ યાત્રીઓને આ રીતે પ્રથમ વખત તળાજામાં સન્માનવામાં આવય છે.

ત્રણ વખત કૈલાસયાત્રાએ જઇ આવેલ તળાજાના ડો. મારડીયાએ યાત્રાએ જવા માટે માત્ર બે ધોરણ પાસ વ્યકિત યાત્ર જઇ આવેલ છેતેમ કહી તળાજાજા વ્યસ્ક બે બેહનો અને એક ભાઇનો પરિચય કરાયોહતો.(૬.૬)

(10:24 am IST)