Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

નાવિન્યપૂર્ણ વહીવટી કામગીરી બદલ કચ્છ કલેકટર રેમ્યા મોહનને એવોર્ડ

રાજકોટ :. નવી દિલ્હીમાં ગઈકાલે વિજ્ઞાન ભવન ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ મેમોરીયલ સમીટ પ્રસંગે કચ્છ જિલ્લા કલેકટર રેમ્યા મોહન મૂથાદથને 'ઈનોવેશન ઈન ગવર્નન્સ' એવોર્ડ એનાયત કરવામાં આવેલ. તેણી વલસાડ જિલ્લા કલેકટર હતા તે વખતે તેમણે એસ.એમ.એસ. આધારિત રેવન્યુ કોર્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અમલી બનાવેલ. તેના માટે તેમને એવોર્ડ મળ્યો છે. રેમ્યા મોહને આ એવોર્ડ મેળવવા માટે વલસાડ કલેકટર કચેરીના સ્ટાફને સહયોગી ગણાવી તેમને જશ આપ્યો છે (મો. ૯૯૭૮૪ ૦૬૨૧૩-ભૂજ)

(9:54 am IST)