Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જામનગરમાં બ્યુટી પાર્લર સેમિનાર

 જામનગર : અહીંયા રાજપૂત સમાજના બહેનો માટે રાજપૂતાના સહિયર કલબ દ્વારા ૧૦ દિવસ સુધી વિનામૂલ્યે બ્યુટી પાર્લરનો સેમિનાર યોજાયો હતો. જેમાં અલગ-અલગ હેરસ્ટાઇલ, ફેસીયલ, દુલ્હન શણગાર, મહેંદી, આઇબ્રો વગેરેના કોર્ષ શિક્ષણ સમિતિના સદસ્યા અને સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ શ્રીમતિ હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા દ્વારા શિખડાવવામાં આવેલ. સેમિનારને સફળ બનાવવા પ્રેસીડેન્ટ મીનાબા સોઢા, કમિટિ હેડ રીટાબા જાડેજા, ટ્રેઝરર ખુશ્બુબા ઝાલા, સેક્રેટરી શિવાનીબા જાડેજા, કમિટિ ચેમ્બર્સ સરોજબા જાડેજા, નિશાબા સરવૈયા, ભાવિકાબા ઝાલા, પ્રજ્ઞાબા રાઠોડ, મિતાબા રાણા, મિતલબા રાઠોડ, રંજનબા ઝાલા, સોનલબા સોઢા, ગાયત્રીબા ઝાલા, શોભનાબા ગોહિલ, દક્ષાબા જાડેજા, કાજલબા જાડેજા, શિવાંગનાબા ઝાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં ઉપસ્થિત મહેમાનો, મહિલા અગ્રણીઓ દર્શાય છે.

(9:17 am IST)