Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગીર સોમનાથના ખાપટ ગામે દેશી દારૂના હાટડા બંધ નહિ થાય તો સરપંચ રાજીનામુ આપી દેશે

ગીર સોમનાથ જીલ્લાના ખાપટ ગામે છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહયું છે. ગામમાં દારૂના હાટડા બંધ કરાવવા બાબતે સરપંચ અને ગામ લોકો દ્વારા લેખીત અને મૌખીક રજુઆતો કરાઇ હતી. છતા આ દુષણ હજુ બંધ થતુ નથી. આથી હવે જો ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના હાટડા બંધ નહિ થાય તો ગામ લોકો ૮ દિવસમાં કડક પગલાની માંગણી સાથે રસ્તા ઉપર ઉતરી આવી આંદોલન કરશે અને ગામના સરપંચશ્રી સહિત તમામ પંચાયત સભ્યોએ રાજીનામુ આપવાની ચીમકી પણ તંત્ર સમક્ષ ઉચ્ચારી છે.

(6:00 pm IST)